Get The App

જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન મળ્યા

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન મળ્યા 1 - image


Jamnagar Police : ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 159 જેટલા પીએસઆઇને આજે પીઆઇ તરીકેની બઢતી આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પીએસઆઇનો સમાવેશ થાય છે.

 જામનગર જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રમાબેન ગોસાઈ, ઉપરાંત પી.જી.પનારા, અને રોહન.એચ.બારને પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે. જેથી જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે.

 આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાતા તેજસ ચુડાસમા અને મનીષ મકવાણાને પણ પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે.


Google NewsGoogle News