Get The App

સુરેન્દ્રનગર શહેરમાંથી ત્રણ શખ્સો દારૂ પીધેલા ઝડપાયા

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાંથી ત્રણ શખ્સો દારૂ પીધેલા ઝડપાયા 1 - image


- એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો

- રિવરફ્રન્ટ રોડ, દાળમીલ રોડ અને ટાવર ચોક પાસે દારૂ પી જાહેરમાં ફરતા કાર્યવાહી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક વાહનચાલકો પીધેલી હાલતમાં બાઈક સહિત કાર ચલાવી લોકોના જીવને જોખમમાં મુકતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. તેમજ જાહેરમાં પીધેલી હાલતમાં હરતા ફરતા હોવાનું પણ સામે આવ્યું છે. 

એ-ડિવીઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ભોગાવો રીવરફ્રન્ટ રોડ પર આવેલ મેલડી માના મંદિર પાસેથી દારૂ પીધેલી હાલતમાં શાહરૂખભાઈ કાદરભાઈ મોવર રહે.ખાટકીવાડ વાળાને ઝડપી લીધો હતો. જ્યારે શહેરના દાળમીલ રોડ પર હેલીપેડ પાસે મંગળસિંહ જેસીંગભાઈ ડોડીયા રહે.વડનગરવાળાને પુરઝડપે બાઈક ચલાવતા દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેમજ શહેરના ટાવર ચોક પાસે પેટ્રોલીંગ દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં મુકેશભાઈ ભરતભાઈ ડાભી રહે.ખોડુ તા.વઢવાણવાળાને ઝડપી લીધો હતો. ઝડપાયેલ ત્રણેય શખ્સો વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.



Google NewsGoogle News