Get The App

પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા 1 - image


Three Murders In Panchmahal District : ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ સામે આવ્યાં છે. જેમાં જિલ્લાના ગોધરા શહેર, ગોધરા તાલુકાના કાશીપુરા ગામ અને કાલોલ તાલુકાના વેજલપુર ગામની ત્રણ અલગ-અલગ ઘટનામાં ત્રણ લોકોના મોતની હત્યા કરવામાં આવી હતી. એક ઘટનામાં ત્રણ નરાધમોએ એક 11 ધોરણના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હત્યા કરી હતી. પોલીસે ત્રણેય ઘટનાને ધ્યાને લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

કાલોલમાં ધોરણ 11ના વિદ્યાર્થીની હત્યા

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ધોરણ 11માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ નરાધમો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખસોએ વિદ્યાર્થીનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ મૃતદેહને ચલાલી પાસેના તળાવમાં ફેંકી દીધો હતો. આ પછી ત્રણેય શખસો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલીને હત્યા અને પોક્સો હેઠળનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

મળતી માહિતી પ્રમાણે, વેજલપુરના મોટા મહોલ્લા ખાતે રહેતા હુસેનભાઈ યુસુફભાઈ ગુગલાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ગુરુવારના સાડા આઠ વાગ્યાના અરસામાં તેમના દીકરાને તેના મિત્રો આરીફ ઉર્ફે ડિંગુ યાકુબ પાડવા અને ઈમરાન ઉર્ફે ઈનાન કરીમભાઈ પથિયા અને બસીર ઈમરાન બાલા બાઈક ઉપર બેસાડીને ચલાલી ચોકડી પાસે લઈ ગયા હતા. જેમાં ચલાલી રોડ પરની અવાવરું જઈએ વિદ્યાર્થીને લઈ જઈને બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વિદ્યાર્થી પોતાના ઘરે સમગ્ર ઘટના મામલે વાત ન કરે એટલાં માટે આરોપીએ ગળુ દબાવીને વિદ્યાર્થીનું મોત કર્યું હતું. 

આ પણ વાંચો : 'અમારી ગણતરી હતી કે....', વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું પ્રથમ નિવેદન

ગોધરાના કાશીપુરામાં ધારિયાના ઘા મારી પત્ની હત્યા કરી પતિ ફરાર

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે પતિએ પોતાની પત્નીને ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામનો અરવિંદ પરમાર તેની પત્ની સાથે પત્નીના પિયર ગોધરા તાલુકાના કાશીપુરા ગામે ગયો હતો. અરવિંદ તેની પત્ની પર શંકા રાખતો હતો, જેમાં કોઈ કારણોસર અરવિંદે તેની પત્નીને ધારિયાના ઘા મારીને મોતને ઘાટ પહોંચાડી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને કાંકણપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલીને હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

આ પણ વાંચો : વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત

પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા 2 - image

ગોધરા શહેરમાં યુવકની હત્યા

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં અંગત અદાવતમાં મોહસીન ચુચલા નામના શખસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં મોહસીનને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી મોહસીનને વડોદરા સારવાર અર્થે લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. 


Google NewsGoogle News