Get The App

ભરૂચમાં કરુણાંતિકા, વરસાદમાં ઝાડ નીચે ઊભા પિતા-પુત્ર સહિત 3 લોકો પર વીજળી ત્રાટકતા મોત

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
Lightning Strike In Bharuch


Lightning Strike In Bharuch: ભરૂચ જિલ્લામાં પાલેજ તાલુકાના પાદરીયા મજિક કેનાલ નજીક એક ઝાડ નીચે વરસાદના કારણે ઊભેલી વ્યક્તિઓ પર વીજળી પડતાં પિતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ચોરદા ગામમાં રહેતા હબીબ મલેક તેમજ તેમના બે પુત્રો વાગરાથી બાઇક પર પોતાના ગામ ચોરદા જતાં હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનનાં બ્રિજ નજીક વડનાં ઝાડ નીચે ઊભા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. આ કુદરતી અકસ્માતમાં ચોરદા ગામના હબીબ મલેક (ઉ.વ.55) તેમના પુત્ર સકિલ (ઉ.વ 35) તેમજ કરણ ગામના મનિષ સુરેશ વસાવા (ઉ.વ.25)નું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. 

આ પણ વાંચો: સાબરમતી જેલથી લોરેન્સ બિશ્નોઈના મેસેજ બહાર પહોંચાડાતા હોવાની આશંકા, તપાસનો રેલો આવશે


આ ઘટનાનું જાણ થતાં એમ્બ્યુલન્સ દ્વારા તમામને સારવાર અર્થે પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવતાં તેઓની તબીબી તપાસ કરતાં મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ઈમરાન હબીબ મલેકનો બચાવ થયો હતો.ત્રણે પિતા અને પુત્રો વાગરાથી પરત આવતાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

ભરૂચમાં કરુણાંતિકા, વરસાદમાં ઝાડ નીચે ઊભા પિતા-પુત્ર સહિત 3 લોકો પર વીજળી ત્રાટકતા મોત 2 - image


Google NewsGoogle News