રાજ્યમાં અકસ્માતની બે ઘટના, કડીના નંદાસણ અને લીબડી-રાજકોટ હાઈવે પર દુર્ઘટનામાં ત્રણના મોત
લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો
મહેસાણાના કડીના નંદાસણ હાઈવે પર અકસ્માત
Gujarat Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં બે ગોઝારા માર્ગ અકસ્માતોમાં ત્રણ લોકોના જીવ ગયા છે. લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે બીજો અકસ્માત મહેસાણાના કડીના નંદાસણ હાઈવે પર થયો હતો, જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો
લીંબડી-રાજકોટ હાઈવે પર અવાર નવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે લીંબડી-રાજકોટ હાઈવે પર મોડલ સ્કૂલ પાસે કારની અજાણ્યા વાહન સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા. કાર જે વાહન સાથે અથડાઈ હતી, તે વાહન ચાલક વાહન લઈને ફરાર થયો હતો. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મહેસાણાના કડીના નંદાસણ હાઈવે પર અકસ્માત
મહેસાણાના કડીના નંદાસણ હાઈવે પર અકસ્માતમાં એક યુવાનનું મોત થયુ છે. નંદાસણ હાઈવે ચાની કીટલી ચલાવતો યુવાન બાઈક લઈને દૂધ લેવા જઈ રહ્યો હતો. ત્યારે બાઈક હાઈવે પર પાર્ક કરાયેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈવે પર ટ્રક પાર્ક કરવાને લઈને પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.