સ્ક્રેપના ધંધાની હરીફાઇમાં હુમલો કરનાર ત્રણ પકડાયા

અઠવાડિયા પહેલા મારામારી થઇ હતી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
સ્ક્રેપના ધંધાની હરીફાઇમાં હુમલો કરનાર ત્રણ પકડાયા 1 - image

વડોદરા,સ્ક્રેપના ધંધાની અદાવતમાં  હુમલો કરનાર ત્રણ આરોપીઓની મકરપુરા  પોલીસે ધરપકડ કરી છે.

મકરપુરા એરફોર્સ  પાછળ મંગલદીપ ટેનામેન્ટમાં રહેતો રાહુલ સંતોષભાઇ ત્રિવેદી મકરપુરા જી.આઇ.ડી.સી.માં મહાકાલ સ્ટીલ નામથી સ્ક્રેપનો ધંધો કરે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં તેેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ભંગારના ધંધાની અદાવત રાખી રાજેન્દ્રગીરી, સિદ્ધાર્થગીરી તથા રમેશ યાદવે  હુમલો કર્યો હતો. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન પી.આઇ. જે.એન.પરમારે આ ગુનામાં સામેલ  (૧) રાજેન્દ્રકુમાર કિશોરગીરી (૨) સિદ્ધાર્થ સંતોષગીરી (બંને રહે. રાજમણી સોસાયટી, માણેજા ક્રોસિંગ પાસે, મકરપુરા) તથા (૩) રમેશ રામાનંદ યાદવ ( રહે. પાવનધામ સોસાયટી, મકરપુરા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેન્દ્ર અને રમેશ વેપાર કરે છે. જ્યારે સિદ્ધાર્થ અભ્યાસ કરે છે.


Google NewsGoogle News