વર્ક આઉટ કરતાં હોય તો સાચવજો! સુરતમાં 3 યુવકોએ ગુમાવ્યો જીવ
સુરત : સુરત
શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી
રહ્યા છે. તેવા સમયે વેસુની જીમમાં આજે સવારે
કસરત કરતી વખતે 29 વર્ષીય દુકાનદાર,
પાંડેસરામાં મોનગ વોક કરીને આવ્યા બાદ 35 વર્ષીય યુવાન અને કાપોદ્રામાં
છાતીમાં દુઃખાવો થયા પછી 35 વર્ષીય યુવાનની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું
હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે ભગવાન મહાવીર કોલેજ પાસે સુમન ભાર્ગવ આવાસમાં રહેતો 29 વર્ષીય વિપુલ નવીનભાઇ કહાર આજે સોમવારે સવારે વેસુ રોડ શ્યામ મંદિર પાસે રૃગટા સિનેમા પાસે લોન્જ જીમમાં કસરત કરતો હતો. તે સમયે અચાનક તેનેે ચક્કર આવ્યા બાદ ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે વિપુલ ખટોદરામાં કપડાની દુકાન ચલાવતો હતો. તેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. તેનો એક ભાઇ છે.
બીજા બનાવમાં પાંડેસરામાં મારૃતીનગરમાં રહેતો 34 વર્ષીય કેદારનાથ મથુર પ્રસાદ આજે સોમવારે સવારે મોનીંગ વોર્ક કરીને ઘરે આવ્યો હતો. બાદમાં અચાનક ગભરામણ બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. કે કાપડ ખાતામાં કામ કરતો હતો.
ત્રીજા બનાવમાં કાપોદ્રામાં હીરાબાગ ખાતે ઇન્દિરા નગરમાં રહેતો ૩૫ વર્ષીય જગ બહાદુર રામમિલન કમલ ગત રાત્રે ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે જગમબાદુરને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો.