Get The App

સુરતમાં યુવાન સહિત વધુ ત્રણ વ્યક્તિના બેભાન થયા બાદ મોત

Updated: May 13th, 2024


Google NewsGoogle News
સુરતમાં યુવાન સહિત વધુ ત્રણ વ્યક્તિના બેભાન થયા બાદ મોત 1 - image


- લિંબાયતમાં 40  વર્ષીય યુવાન તથા પરવતગામમાં 45 વર્ષીય અને 46 વર્ષીય આધેડની તબિયત બગડતા મોત થયું

સુરત :

સુરત શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.  તેવા સમયે લિંબાયતમાં ૪૦  વર્ષીય યુવાન તથા પરવતગામમાં ૪૫ વર્ષીય આધેડ અને ૪૬ વર્ષીય આઘેડની તબિયત લથડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયત મા શાંતિનગર સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય ગજેસિંગ નારાયણ ગીરાસે રવિવારે રાત્રે ઘરમાં સૂઈ ગયો હતો. જોકે આજે સવારે તે જરા પણ હલનચલન નહીં કરતા તેના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે તરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગજેસિંગ મુળ મહારાષ્ટ્રના ધુલિયાનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. તે રીક્ષા ચલાવતા હતો.ૉ

બીજા બનાવમાં પરવતગામમાં મહાદેવનગરમાં રહેતો ૪૫ વર્ષીય કિશોર મદનલાલ જરીવાલા આજે સોમવારે સવારે ધરમાં અચાનક  તબિયત બગાડતા  બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે કાપડ મશીન ચલાવતો હતો.

ત્રીજા બનાવમાં લિંબાયતમાં વિનોબાભાવે નગરમાં રહેતા ૪૭ વર્ષીય જ્ઞાાનેશ્વર મહાડુ પાટીલ રવિવારે સવારે લિંબાયતમાં નીરગીલી સર્કલ પાસે ટેમ્પા પાસે ઉભા હતા. તે સમયે તેની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેને ત્રણ સંતાન છે. તે ટેમ્પા ચાલાવતા હતા.


Google NewsGoogle News