Get The App

ચોબારીનાં ત્રણ શખ્સોએ યુવાન સાથે 5.55 લાખની ઠગાઇ કરી

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ચોબારીનાં ત્રણ શખ્સોએ યુવાન સાથે 5.55 લાખની ઠગાઇ કરી 1 - image


નામ ટ્રાન્સફર ન થયેલી કાર બાબતે કાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી ઠગાઇ આચરાઈ

ગાંધીધામ: ભચાઉનાં ચોબારીમાં રહેતા ત્રણ શખ્સોએ પોતાની કાર ૫.૫૫ લાખ રૂપિયામાં ગાગોદર વાડી વિસ્તારમાં રહેતા યુવાનને વેચાણ કરારથી આપી હતી. જેમાં કાર  પહેલા ભચાઉ અને રાપર વિસ્તારમાં દારૂનાં ગુનામાં પકડાઈ ગઈ હતી. જેમાં કાર છોડાવવા માટે ચોબારીનાં શખ્સે કાર માલિકને વિશ્વાસમાં લઈ પાવરનામું પોતાના નામે બનાવી લીધો હતો અને કારના મૂળ માલિકે કાર ચોરાઇ ગઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી નાખી હતી. આવું કૃત્ય કરી યુવાન સાથે છેતરપીંડી આચરી હતી. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 

મૂળ ભચાઉનાં મનફરાનાં હાલે રાપરનાં ગાગોદરમાં વાડી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ખીમાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીનાં ભાઈએ અઢી વર્ષ પહેલા ભચાઉનાં ચોબારીમાં રહેતા વિષ્ણુભાઈ ભીખાભાઇ આહીર પાસેથી આટકા કાર નં જીજે ૦૬ પીએ ૭૮૯૭ વેચાણ કરારથી ખરીદી હતી. જેમાં કાર પેટે રોકડા રૂ. ૪,૭૫,૦૦૦ આપી દીધા હતા અને બાકી ૮૦ હજાર રૂપિયા નામ ટ્રાન્સફર કરી આપવાના નક્કી થયા હતા. દરમિયાન કાર ભચાઉ વિસ્તારમાં દારૂનાં કેસમાં પકડાઈ ગઈ હતી. જેમાં ફરિયાદીએ કારનાં જુના માલિક આરોપી વિષ્ણુભાઈને આ અંગે જાણ કરતા તેમણે માદેવાભાઈ આહીર અને પ્રવિણ વસરામભાઇ રાજાણીને સાથે મળાવી અને ફરિયાદી અને તેના ભાઈને વિશ્વાસમાં લઇ કારનું પાવરનામું ગત ૨૯ નવેમ્બર ૨૦૨૨નાં સાદિક દાઉદભાઈ પટેલનાં નામે કરાવી અને કારનાં બાકીનાં ૮૦ હજાર રૂપિયા ફરિયાદીનાં ભાઈ પાસેથી મેળવી અને દારૂનાં કેસમાં કારને હાઇકોર્ટમાંથી છોડાવી આપી હતી. જે બાદ ફરી ૮ જાન્યુઆરી ૨૦૨૩નાં કાર ફરી રાપર વિસ્તારમાં દારૂનાં ગુનામાં ઝડપાઈ ગઈ હતી. જેમાં ફરિયાદીએ આરોપી પ્રવિણને આ અંગે જાણ કરતા તેણે પાવરનામું બનાવવા ફરિયાદીનાં ભાઈનાં પાનકાર્ડ અને આધારકાર્ડ મેળવી અલગ અલગ કાગળો પર સહી કરાવી અને કારનું પાવરનામું પોતાના નામે લખાવી લીધું હતુ અને કાર છોડાવવાનો હુકમ મેળવી લીધો હતો. જે બાદ ફરિયાદીએ હુકમની નકલ અને કાર મેળવવા પોલીસનો સંપર્ક કામર્યો હતો પરંતુ કાર ચોરાઇ ગઈ છે તેવી ફરિયાદ મૂળ માલિકે કરી હોવાથી કાર મૂળ માલિકને જ ,મળશે તેવું કહેતા પોતા સાથે ઠગાઇ થઈ ગઈ હોવાનું જણાતા ફરિયાદીએ રૂ. ૫.૫૫ લાખની ઠગાઇ થઈ હોવા અંગે ત્રણેય શખ્સો વિરુદ્ધ ભચાઉ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. 



Google NewsGoogle News