જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા બે ભાઈઓ પર ત્રણ શખ્સોનો હુમલો
Jamangar Crime : જામનગરમાં રામેશ્વર નગર નજીક જલારામ પાર્ક-1 માં રહેતી રસીલાબેન નાગજીભાઈ લાઠીયા નામની મહિલાએ પોતાના બે પુત્ર વિશાલ વગેરે ઉપર હુમલો કરવા અંગે નવાગામ ઘેડમાં રહેતા બળદેવસિંહ ઉર્ફે લાલિયો જાડેજા અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રસીલાબેનના પુત્રોએ આરોપી બળદેવસિંહ સામે જામનગર પોલીસમાં અરજી કરી હતી, જે અરજી પાછી ખેંચી લેવાના મામલે ત્રણેય આરોપીઓએ રસીલાબેનના ઘરે ધસી જઈ તેના બે પુત્રો પર હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે પોલીસ કોન્સ્ટેબલ વી.પી.સોઢા તપાસ ચલાવે છે.