Get The App

ગઢડા પોલીસ વાનને ટક્કર મારી નાસવા જતા ત્રણ શખ્સ ઝડપાયા

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ગઢડા પોલીસ વાનને ટક્કર મારી નાસવા જતા ત્રણ શખ્સ ઝડપાયા 1 - image


- પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા

- વલસાડ જિલ્લામાં રહેતા ત્રણ શખ્સોએ વર્ના ગાડી બેફામ હંકારતા ભયનો માહોલ સર્જાયો 

ગઢડા : ગઢડા શહેરમાં બેફામ ઝડપે દોડી રહેલી ફોર વ્હીલ કારે પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું હતું. આથી કારને અટકાવવા પોલીસે નાકાબંધી કરી હતી અને કારની પીછો કરતા રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાનમાં, પોલીસે પીછો કરી કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.  

 આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા પોલીસમાં ફરજ બજાવતા વિક્રમસિંહ રણછોડભાઇ ગોલેતર ગઢડા પોલીસની સરકારી બોલેરો ગાડી નં.જી.જે.૧૮.જી.બી.૫૬૨૩ (પી-૦૮) માં ડ્રાયવર તરીકે ફરજ ઉપર હતા. આ દરમિયાન આજે સવારે ૧૦-૩૦ કલાકે ગીતા જયંતિ નિમિત્તે ગઢડા શહેરમાં અલગ-અલગ શાળાઓના બાળકોની જાગૃતિ રેલી અનુસંધાને મુખ્ય રસ્તાઓ ઉપર રેલીમાં સાથે હતા. તે દરમિયાન બપોરે ૧૧ વાગ્યે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કોન્સ. રોહીતભાઈ નાથાભાઇ ઝાલાનો ફોન આવેલ કે, 'તમો તાત્કાલીક બોલેરો લઈને ગઢડા એમ.એમ. હાઈસ્કુલ ચાર રસ્તે આવો.' જેથી રેલીમાંથી નીકળી ગઢડા એમ.એમ. હાઈસ્કુલ ચાર રસ્તે પહોંચ્યા હતા. તે વખતે પો.કોન્સ. રોહીતભાઈ નાથાભાઇ ઝાલા પણ ત્યાં હાજર હોય સરકારી બોલેરોમાં બેસી ગયેલ અને જણાવેલ કે ઉગામેડી તરફથી મુળધરાઇ ગામ બાજુથી એક સફેદ કલરની વર્ના ફોરવ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં ગઢડા તરફ આવે છે. તેવામાં પોલીસે નિંગાળા બાજુ નાકાબંધી કરી હતી. દરમ્યાન ગઢડા-ઉગામેડી ગામ વચ્ચે રોડ ઉપર એક સફેદ કલરની વર્ના ગાડી સામેથી આવતા પોલીસે ગાડીને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી ચાલકે ફોરવ્હીલ ગાડી ઉભી નહીં રાખી ગઢડા તરફ ભગાવી દીધી હતી. જેથી પોલીસે પણ સરકારી બોલેરો ગાડી ગઢડા તરફ વળાંક વાળી અને ગાડીનો પીછો ચાલુ કરતા અને વર્ના ગાડી નંબર જી.જે.૧૫.સી.એલ.૪૧૬૦ હોવાનું જણાતા પી.એસ.આઈ. જી.જે.ગોહીલને ફોનથી સમગ્ર હકીકત જણાવી હાઈસ્કુલ ચાર રસ્તે નાકાબંધી કરી વર્ના ગાડીનો પીછો કરતા હતા ૧૧/૨૫ દરમિયાન વર્ના ગાડી હાઈસ્કુલ ચાર રસ્તેથી નાકાબંધીના કારણે પરત વળાંક વાળી ઉગામેડી રોડ ઉપર આવવા દીધી હતી. જે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે પહોંચતા સરકારી બોલેરો ગાડીને રોડ ઉપર ઉભી રાખી વર્ના ગાડીને રોકવા પ્રયાસ કરતા વર્ના ગાડીના ચાલકે ઈરાદા પુર્વક પોતાના હવાલાની વર્ના ફોરવ્હીલ ગાડી બેફામ રીતે ચલાવીને સરકારી બોલેરો ગાડી ઉપર ચડાવી સરકારી બોલેરો ગાડીના ડ્રાઈવર સાઈડમાં આગળના ભાગે ભટકાડી અને તે ગાડીમાંથી ત્રણ ઇસમો ગાડી મુકી ભાગવા જતા પૈકી ડ્રાયવીંગ સીટમાંથી ઉતરીને ભાગેલ સુજીત હર્ષદભાઇ પટેલ (રહે. ગોઈમાં ગામ, તા.પારડી જી.વલસાડ) અને ધૂ્રવ સુરેશભાઇ પટેલ (રહે.ગોઈમા ગામ તા.પારડી જી. વલસાડ), કૃણાલ કનુભાઇ પટેલ (રહે. ઓઝર ગામ તા.જી.વલસાડ)ને ઝડપી લઈ ત્રણેય શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગીતા જયંતીની રેલી સમયસર પસાર થઈ જતા મોટી દૂર્ઘટના ટળી

ગઢડા પોલીસ સાથે વલસાડ જિલ્લાના અજાણ્યા શંકાસ્પદ ઈસમોએ પોતાની વર્ના ફોર વ્હીલર બેફામ રીતે હંકારી નાસી છૂટવા પ્રયાસ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ ગીતા જયંતીની રેલી માટે મોટી સંખ્યામાં પસાર થયા હતા. સદનસીબે વિદ્યાર્થીઓની રેલી થોડાક સમય પહેલા સોસાયટી તરફ વળી જતા થોડી મિનિટોનો તફાવત રહેતા સંભવિત મોટી દૂર્ઘટના ટળી હતી.


Google NewsGoogle News