વૃદ્ધાના સોનાના દાગીના તફડાવનાર દિલ્હીની ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
ધર્મેન્દ્ર રોડ નજીક બારેક દિવસ પહેલાં
રજપુતપરામાં પણ એક મહિલાના દાગીના તફડાવી લીધાની કબૂલાત આપી
રાજકોટ : મૂળ વડોદરાના અને રાજકોટ આવેલા પલ્વીબેન વડોદરિયા નામના
વૃદ્ધા ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા ગયા હતા ત્યારે નજીકમાં મહિલાઓએ પૈસા ગણવાના
બહાને બોલાવી તેમની પાસે રહેલો સોનાનો ચેન અને ચાર બંગડી કે જેની કિંમત રૃા.૩.પ૦
લાખ થાય છે તે તફડાવી લીધા હતા. આ ગુનામાં સંડોવાયેલી દિલ્હીની ગેંગને વડોદરા
પોલીસે ઝડપી લીધા બાદ એ-ડિવીઝન પોલીસે કબજો લીધો છે.
ગેંગના સભ્યોમાં રૃહીબેન સીતારામરૃહી બાવરી, પુનમબેન સોનુભાઈ
હારીમલ અને વિશાલ શ્યામલ બાવરીનો સમાવેશ થાય છે. આ ટોળકીના ત્રણેય સભ્યોની
એ-ડિવીઝનના એએસઆઈ એમ. વી. લુવા સહિતના સ્ટાફે પુછપરછ કરતાં પાંચેક માસ પહેલાં પણ
રજપુતપરામાં આજ રીતે એક મહિલાના દાગીના તફડાવી લીધાની કબુલાત આપી હતી.
એ-ડિવીઝન પોલીસે આ ટોળકી ૫ાસેથી ચાર સોનાની બંગડી અને સોનાનો પેન્ડન્ટ સાથેનો ચેન મળી કુલ રૃા.૩.પ૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી સામે વડોદરા અને સુરત શહેરમાં આજ પ્રકારના ત્રણ ગુના નોંધાયેલા છે. પોલીસે આ ટોળકી વધુ કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસનો દોર જારી રાખ્યો છે.