અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી તસ્કર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાની 11 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
પોલીસે સોના-ચાંદીના, દાગીના, રોકડ રકમ મળી રૂા.પ.૩પ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
લાઠી તાલુકાના દેરડી(જાનબાઈ) ગામે ગત તા.૧પનાં રોજ પરશોતમભાઈ જીંજરીયાનાં નાં મકાનમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી રૂમનાં તાળા તોડી રોકડ અને સોના-ચાંદીના, દાગીનાની લૂંટ ચલાવી હતી. તેમજ ધીરૂભાઈ બારૈયાનાં મકાનમાં પ્રવેશ કરી સોનાના કાપ અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત લક્ષ્મીબેન પરમારના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીનાં, દાગીનાની ચોરી થયેલી. જે અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ઘરફોડ ચોરીને પકડવા અમરેલી એલસીબીએ આરોપીઓ અંગે તપાસ કરતા લાઠી પોલીસ સાથે વોચમાં રહી ત્રણ ઈસમોને સોના-ચાંદીના, દાગીના સાથે પકડી પાડયા હતા. આ ઈસમોમાં અજય ઉર્ફે બોડીયો જયંતિ ઝાપડીયા રહે.તુરખા જિ.બોટાદ હાલ સુરત, ગોપાલ શીવા પરમાર રહે.પાલીતાણા હાલ સુરત,શ્યામ ઉર્ફે બાડો આતુ પટેલીયા રહે.ગરાજીયા જિ.ભાવનગરવાળાને ઝડપી પાડયા હતા. જયારે અન્ય એક આરોપી ભરત ઉર્ફે પથુડો મનુ વાઘેલા રહે.નવાણીયા જિ.ભાવનગરવાળો ફરાર હોય તેને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. એલસીબી પોલીસે અમરેલી, ભાવનગર અને રાજકોટ શહેરની ૧૧ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના, દાગીના, રોકડ રકમ મળી કુલ રૂ.પ,૩પ,૮૮૪નો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.
આરોપીઓએ કરેલી ગુન્હાની કબૂલાતમાં અજય અને ગોપાલે સરધાર ગામે રહેણાંક મકાનમાંથી લાઠીનાં જાનબાઈ દેરડી ગામે ત્રણ મકાનોમાં , બગદાણા નજીક ગુંદરણા ગામે મકાનમાંથી રોકડ રકમની ,કરમદીયા ગામે મકાનનું તાળું તોડી રોકડ રકમની ,બગદાણા ગામે જૂની પોલીસ લાઈનની બાજુમાં સોના-ચાંદીના, દાગીના,રોકડ રકમની, જેસર ગામે રોકડ રકમ અને ચાંદીના-દાગીનાની ,બાબરાના લાલકા ગામે મકાનમાંથી સોના-ચાંદીના, દાગીનાની બાબરાનાં રાયપર ગામે સોના-ચાંદીના, દાગીનાની,બાબરાના સુકવળા ગામે સોના-ચાંદીના,દાગીનાની , બાબરાના જીવાપર ગામે મકાનમાંથી સોના-ચાંદીના, દાગીનાની ,બાબરાના કરીયાણા ગામે બંધ મકાનમાંથી સોના, ચાંદીના, દાગીના, રોકડ રકમની ચોરી કરી હતી.