ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સાગરિત આસામથી પકડાયા

મે-૨૦૨૩માં આરોપીએ દમણની કંપનીનું બેંક ખાતું હક કરી રૂ.૬.૭૨ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા

દમણ પોલીસે સાત દિવસની મહેનત બાદ આરોપીને પકડી ૧૩ મોબાઇલ, ૩૯ એટી.એમ. કાર્ડ અને સીમ કાર્ડ જપ્ત કર્યા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સાગરિત આસામથી પકડાયા 1 - image

વાપી,બુધવાર
દમણમાં કંપનીનું બેંકખાતું હેક કરી રૂ.૬.૭૨ લાખની છેતરપિંડીના ગુનામાં પોલીસે આસામથી ટોળકીના ત્રણ સાગરિતોને પકડી પાડ્યા હતા. પોલીસે ૧૩ મોબાઇલ, ૩૯ એટી.એમ. કાર્ડ અને સીમ કાર્ડ જપ્ત કર્યા હતા.

દમણના પોલીસમાં ગત મે-૨૦૨૩માં કંપનીનું બેંકખાતું હેક કરી રૂ.૬.૭૨ લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધાયા હતો. આ ગંભીર ગુનામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યા બાદ અમદાવાદ ખાતે બેંકમાં બોગસ ખાતું ખોલાવાયું હતું. અને ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી આસામના એટી.એમ.માંથી ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગુનામાં મળેલી કડીના આધારે ઠગ ટોળકી સુધી  પહોંચવા ટીમે આસામ રવાના કરાઇ હતી. સ્૨થાનિક પોલીસની મદદથી એક અઠવાડિયા સુધી હાથ ધરેલી શોધખોળમાં આસામના કલમાડી પોલીસ મથક હદ વિસ્તારમાંથી ટોળકીના ત્રણ સાગરિત સોફીકુલ, રોતિકુલ અને તારીકુલ ઉર્ફે હુસૈનને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ૧૩ મોબાઇલ, ૩૯ એટી.એમ. કાર્ડ અને સીમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણેય આરોપીને દમણ લાવી આગળની સઘન પૂછપરછ કરાઇ રહી છે.

અન્ય રાજ્યમાં બોગસ ખાતું ખોલાવતા હતા

ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સાગરિતોને પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં આરોપી ભારે સાતિર મગજ હોવાનું બહાર આવ્યું છે. આરોપી કંપનીનું બેંક ખાતું હેક કરી અન્ય રાજ્યમાં બોગસ વ્યક્તિ નામે ખાતું ખોલાવી નાણાં ટ્રાન્સફર કરી દેતા હતા. બાદમાં લેવડ દેવડ કરવા આસામના એટીએમ સેન્ટર માંથી નાણાં ઉપાડી લેતા હતા. ટોળકીનું નેટવર્ક દેશના અનેક રાજ્યમાં ફેલાયેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું.


Google NewsGoogle News