Get The App

રાજ્યના ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન, અમિત વિશ્વકર્માને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવાયા

એચ.આર ચૌધરીને ઉર્જા વિભાગમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર બનાવાયા

એમ. એસ ભરાડાને અમદાવાદ સેક્ટર- 2ના JCP તરીકે પ્રમોશન અપાયું

Updated: Feb 24th, 2023


Google NewsGoogle News
રાજ્યના ત્રણ  IPS અધિકારીઓને પ્રમોશન, અમિત વિશ્વકર્માને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવાયા 1 - image
Image : internet

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2024, શુક્રવાર

ગુજરાત સરકાર દ્વારા આજે ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના જાહેર કરાયેલા એક આદેશમાં એક અધિકારીને  ADGPનું પ્રમોશન અપાયુ છે જ્યારે 2 અધિકારીઓને IGPનું પ્રમોશન આપવામાં આવ્યુ છે. વર્ષ 1998 બેંચના IGPને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે જાહેર કર્યો આદેશ

રાજ્ય સરકારે ગુજરાતના 3 IPS અધિકારીઓને પ્રમોશન આપ્યુ છે. આજે રાજ્ય સરકારે અધિકારીઓને આપેલા પ્રમોશનમાં 2 અધિકારીઓને IGPનું અને એક અધિકારીને ADGPનું પ્રમોશન આપવામાં આવ્યુ હતું. ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ એ. કે રાકેશ દ્વારા જાહેર કરાયેલા એક આદેશ મુજબ IGP અમિત વિશ્વકર્માને  ADGPનું પ્રમોશન આપવામાં આવ્યુ છે. અમિત વિશ્વકર્માને ATS અને દરિયાઈ સુરક્ષાના ADGP બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ.એસ ભરાડા અને એચ.આર. ચૌધરીને IGPનું પ્રમોશન આપવામાં આવ્યુ છે. એમ.એસ ભરાડાને અમદાવાદ સેક્ટર-2ના JCP તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે. જ્યારે એચ. આર ચૌધરીને ઉર્જા વિભાગમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે. 


Google NewsGoogle News