Get The App

ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો હવાલો

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો હવાલો 1 - image


Additional Charge Given To 3 IAS Officers : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીઓને વધારો હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ સહિતનો વધારાનો હવાલો ત્રણ IAS અધિકારીને સોંપવામાં આવ્યો છે. 

ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો હવાલો 2 - image

ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારો હવાલો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ દ્વારા આજે સોમવારે (21મી એપ્રિલ, 2025) ત્રણ IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે, ત્યારે IAS અરુણ મહેશ બાબુની બદલી કરવામાં આવી હોવાથી તેમની જગ્યાએ IAS અજય પ્રકાશને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) આગામી આદેશ સુધી મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરો છે સલામત, તમામને પરત લાવવાની કરાશે વ્યવસ્થા

જ્યારે IAS સુજલ જયંતિભાઈ મયાત્રા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે. તેમજ જ્યાં સુધી IAS મનીષ કુમારને ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિમિટેડના પદના વધારાના ચાર્જથી મુક્ત કરવામાં ન આવે, ત્યાં સુધી IAS બી.એમ. પ્રજાપતિ અધિક ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનર, ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે.

Tags :