સુભાનપુરા,વારસીયારોડ અને પાણીગેટ માં આગના ત્રણ બનાવ
વડોદરાઃ શહેરમાં આગ લાગવાના ત્રણ બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સુભાનપુરા વિસ્તારમાં કોઠિયા નગર વિસ્તારના એક મકાનમાં આજે બપોરે આગ લાગતાં ફ્રિજ, ટીવી સહિતની ઘરવખરી લપેટાઇ હતી.જ્યારે,પાણીગેટ દરવાજા પાસે પણ મકાનના પેસેજમાં આગનો બનાવ બન્યો હતો.
હરણી-વારસીયા રિંગ રોડ પર ધવલ નર્સિંગ હોમ નજીક આજે બપોરે એક મકાનમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ઉપરોક્ત ત્રણેય બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.