સિદસર ઉમિયાધામમાં આવતીકાલથી ત્રિદિવસીય સવા શતાબ્દિ મહોત્સવ
મુખ્યમંત્રી, કેન્દ્રીય કૃષિમંત્રીની ઉપસ્થિતિમાં બિલ્વપત્ર મહોત્સવ : તા. 29મીએ ઉમિયા વાટિકાનું ભૂમિપૂજન, તા. 30ના મહિલા સંમેલન તથા તા. 1ના સામાજિક સંમેલન
ધોરાજી, : સિદસરમાં ઉમિયા માતાજીના પ્રાગટયના 125 વર્ષ પૂર્ણ થતા આ નિમિતે બિલ્વ પત્ર શિર્ષક તળે ૨૯મી સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય સવા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.આ ઉત્સવમાં મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી ખાસ હાજરી આપશે. મહોત્સવમાં લાખો કડવા પાટીદારો ઉમટી પડશે.મહોત્સવમાં તા.૨૯મીએ ઉમિયા વાટિકાનું ભૂમિપૂજન, તા.૩૦ના મહિલા સંમેલન તથા તા.૧ના સામાજિક સંમેલન યોજાશે.
સિદસરમાં ઉમિયા માતાજીના પ્રાગટયના 125 વર્ષ પૂર્ણ થતા આ નિમિતે બિલ્વ પત્ર શિર્ષક તળે 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય સવા શતાબ્દી મહોત્સવ- 2023નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.જેમાં પાટીદાર સમાજના લાખો લોકો ઉમટી પડશે. ત્રિ દિવસીય મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારત સરકારના કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેશે. આ સિવાય સમગ્ર કડવા પાટીદાર સમાજના નેતૃત્વ કરતા સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
તા. 29 ને શુક્રવારના રોજ સવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. 45 કરોડના ખર્ચે 30 વિઘામાં નિર્માણાધીન ઉમા વાટિકાનું ભૂમિ પૂજન મુખ્ય દાતા વિજ્યાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી પરિવારના હસ્તે થશે.
તા 30ના રોજ સવારે 8થી 12 ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સોરાષ્ટ્રભરના બહેનોની રાસ-ગરબા સ્પર્ધા તથા બપોરે 2 વાગ્યાથી મહિલા સંમેલન યોજાશે.જેમાં સમાજ સુધારણામાં મહિલાઓની શું ભૂમિકા તે બાબતની મહત્વની ચર્ચાઓ આ સંમેલનમાં થશે.અને સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ વક્તા જય વસાવડાનું વક્તવ્ય યોજાશે.
તા. ૧ ઓક્ટોબરના રોજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી 125 કાર રેલી સિદસરપહોંચશે. 51 કારની એક રેલી આવી 125 કાર રેલી સવારે 10થી 11 વચ્ચે સિદસર પહોંચશે.આ કાર રેલીમાં 6375 જેટલી કારનો ઉપયોગ કરવામાં આવશે.આજ દિવસે બપોરે ઉમિયાધામ ખાતે સામાજિક સંમેલન યોજાશે. તેમાં મુખ્યમંત્રી તથા કેન્દ્રના કેબીનેટ મંત્રી ઉપસ્થિત રહેશે.
સામાજિક કાર્યક્રમો અંતર્ગત એક વર્ષ સુધી જનજાગૃતિ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનની અંદર મહિલા સંમેલન વ્યસનમુક્તિ કાર્યક્રમો શૈક્ષણિક સેમિનાર, કૃષિ અને પર્યાવરણ વિષય ઉપર સેમિનારો યોજવામાં આવશે.ટ્રાફિક અવરનેસના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે.રમત ગમત હરીફાઈ યોજવામાં આવશે.યોગાસનો કરાટે વગેરે યોગના કાર્યક્રમો પણ એક વર્ષ દરમિયાન કરવામાં આવશે. નવેમ્બરમાં માતાજીનો રથ આખા ગુજરાતમાં ફરશે.