મોબાઇલની ટોર્ચના અજવાળે જુગાર રમતા જુગારીયાઓ પોલીસને જોઇ ફોન ફેંકી ભાગ્યા,3 પકડાયા
વડોદરાઃ લક્ષ્મીપુરા રોડ પર ગઇરાતે મોબાઇલની બેટરીના અજવાળે જુગાર રમાતો હતો ત્યારે ગોરવા પોલીસે દરોડો પાડતાં ત્રણ જણા પકડાઇ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સ્વામી વિવેકાનંદ હાઇટ્સની સામેના ગ્રાઉન્ડમાં દરોડો પાડતાં મુકુંદ બારીયા(કૃષ્ણ નગર, કરોડિયારોડ),રાજુ રાઠોડ(ગુ.હા.બોર્ડના મકાનમાં,ગોરવા) અને મુકેશ બારીયા( ગોત્રી ટાંકી પાસે,સ્ક્રેપની દુકાનમાં) પકડાઇ ગયા હતા.તેમની પાસેથી રોકડા રૃ.૧૦૧૧૦ કબજે કરવામાં આવ્યા હતા.
આ વખતે એક મોબાઇલ મળી આવ્યો હતો.જેથી ભાગી ગયેલા વિજય દંતાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.