ખનીજ સંપતિ, ટ્રેકટર, સહિત કુલ રૂા. 7.98 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
- થાનના રાવરાણીમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન પર દરોડા
સુરેન્દ્રનગર : થાન તાલુકાના રાવરાણીની સીમમાં કાર્બોસેલના કુવામાંથી ખનીજ સંપતિની ચોરી ઝડપાઇ હતી. ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ખનીજ સંપતિ, ટ્રેકટર, સહિત કુલ રૂા.૭.૯૮ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા.
થાન તાલુકાના રાવરાણી ગામની સીમમાંથી મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલ સહિત ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સ્થળ પરથી કાર્બોસેલના કૂવામાંથી ખનીજચોરી માટે ઉપયોગમાં લેવાતી ચાર લોખંડના પાઈપો, ટ્રેકટર, જનરેટર સહિત ખનીજ સંપતિ સાથે ત્રણ શખ્સો (૧) ગોવિંદભાઈ ભીમાભાઈ મીર (રહે.થાન) (૨) પ્રકાશભાઈ મંગુભાઈ ડામોર (રહે.પેથનપુર એમ.પી.) અને (૩) ખોડાભાઈ દાનાભાઈ મારસુણીયા (રહે.ખાખરાળી, તા.થાન)ને ગેરકાયદેસર ખનીજ સંપત્તિ, ટ્રેકટર, જનરેટર, ચરખી મશિન સહિત કુલ રૂા.૭.૯૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.