Get The App

સુરેન્દ્રનગર શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ત્રણ ઝડપાયા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ત્રણ ઝડપાયા 1 - image


- પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ

- વઢવાણમાં 25 ફિરકી સાથે બે, જુના જંક્શનમાંથી 10 ફિરકી સાથે એકઝડપાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળ પરથી પ્રતિબંધ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ત્રણ શખ્સો ઝડાઇ ગયા છે. પોલીસે ચાઇનીઝ દોરીના ૩૫ ફિરકી કબજે કરી ત્રણ શખ્સને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણમાં મફતીયાપરાના નાકેથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ૬ ફિરકી (કિં. રૂા.૧,૮૦૦) સાથે સાહીલભાઈ સુનલકુમાર ત્રિવેદીને વઢવાણ પોલીસે ઝડપી લીધો હતો. જેની વધુ પુછપરછ કરતા પાવર હાઉસ સામે રહેતા વિમલભાઈ જયેશભાઈ પાસેથી ચાઈનીઝ દોરી લાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિમલભાઈ જયેશભાઈને પણ ચાઈનીઝ દોરીની ૧૯ ફિરકી (કિં.રૂા.૫,૭૦૦) સાથે ઝડપી લીધો હતો. બંને શખ્સો પાસેથી ૨૫ પ્રતિબંધીત ચાઈનીઝ ફિરકી કબજે કરી બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. બીજા બનાવમાં એ-ડિવીઝન પોલીસે જુના જંકશન રોડ પર આવેલી સાંઈનાથ મોબાઈલની દુકાન સામેથી સાહિલભાઈ તાજુદીનભાઈ બેલીમ (રહે.રામનગર, સુરેન્દ્રનગર)ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૧૦ ફિરકી (કિં.રૂા.૨,૦૦૦) સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથધરી હતી.



Google NewsGoogle News