Get The App

જામનગરમાં દારૂના ત્રણ દરોડામાં 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દારૂના ત્રણ દરોડામાં 36 બોટલ સાથે ત્રણ ઝડપાયા 1 - image


Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂના પોલીસે બે રહેણાંક મકાન સહિત જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂની 36 બોટલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરી તેઓ સામે દારૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મહેબૂબ શાહ પીરની દરગાહ પાસે રહેતો કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા નામનો શખ્સ પોતાના મકાનમાં દારૂ છૂપાવી ખાનગીમાં વેચાણ કરતો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 13,440ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે ડઝન બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 60માં આવેલ કાના નગર, આંગણવાડીની બાજુમાં રહેતો પ્રકાશ ઉર્ફે પંકજ મોરબી શિતલદાસ કલવાણીના મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 6 બોટલ મળી આવતા મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે શહેરના ગુલાબનગરની સામે નારાયણ નગર શેરી નંબર બેમાં રહેતો લાલચંદ ઢીંગલાણી નામનો શખ્સ પોતાના જીજે10 એએસ 0826 નંબરના એકસેસ મોટર સાયકલ પર એસ.ટી રોડ પરથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને આંતરી બાઈકની તલાશી લેતા તેમાંથી 6 બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી. આથી પોલીસે દારૂની બાટલી, બાઈક સહિતના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News