Get The App

ભરીમાતા રોડ, ગોડાદરામાંથી ચાઈનીઝ દોરીના 23 બોબીન સાથે ત્રણ ઝડપાયા

એસઓજીએ 13 બોબીન સાથે ઝડપેલો સાબરી નગરમાં રહેતો કાદીર પતંગવાલા મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો

ગોડાદરા પોલીસે જીઈબી પાવર હાઉસ પાસેથી વાસણની લારી ચલાવતા નિતેશ દંતાણીને 10 બોબીન સાથે ઝડપી પાડી તેને બોબીન વેચનાર શાકભાજીના વેપારી બૈજુકુમાર વાઘરીને પણ ઝડપી લીધો

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ભરીમાતા રોડ, ગોડાદરામાંથી ચાઈનીઝ દોરીના 23 બોબીન સાથે ત્રણ ઝડપાયા 1 - image



- એસઓજીએ 13 બોબીન સાથે ઝડપેલો સાબરી નગરમાં રહેતો કાદીર પતંગવાલા મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો

- ગોડાદરા પોલીસે જીઈબી પાવર હાઉસ પાસેથી વાસણની લારી ચલાવતા નિતેશ દંતાણીને 10 બોબીન સાથે ઝડપી પાડી તેને બોબીન વેચનાર શાકભાજીના વેપારી બૈજુકુમાર વાઘરીને પણ ઝડપી લીધો


સુરત, : સુરત શહેર એસઓજીએ ભરીમાતા રોડ ઉપરથી ચાઈનીઝ દોરીના રૂ.13 હજારની મત્તાના 13 બોબીન સાથે સ્થાનિક યુવાનને ઝડપી લીધો હતો.સાબરી નગર અલકરમ એપાર્ટમેન્ટમાં રહેતો 26 વર્ષીય યુવાન મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો.જયારે ગોડાદરા પોલીસે જીઈબી પાવર હાઉસ પાસેથી વાસણની લારી ચલાવતા યુવાનને રૂ.5 હજારની મત્તાના 10 બોબીન સાથે ઝડપી પાડી તેને બોબીન વેચનાર શાકભાજીના વેપારીને પણ ઝડપી લીધો હતો.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને અસ્લમ ઇદ્રીશને મળેલલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ ચોકબજાર ભરીમાતા રોડ નવી બંધાતી સરકારી હોસ્પીટલના ગેટ પાસે રોડ પરથી અબ્દુલ કાદીર મોહમદ આસીફ પતંગવાલા ( ઉ.વ.26, રહે.ફલેટ નં.101, અલકરમ એપાર્ટમેન્ટ, સાબરી નગર, ભરીમાતા રોડ, સુરત ) ને રૂ.13 હજારની મત્તાના ચાઈનીઝ દોરીના 13 બોબીન સાથે ઝડપી લીધો હતો.તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મુંબઈથી ચાઈનીઝ દોરીના બોબીન લાવી સુરતમાં છૂટક વેચતો હતો.એસઓજીએ તેનો કબજો ચોકબજાર પોલીસને સોંપ્યો હતો.

ભરીમાતા રોડ, ગોડાદરામાંથી ચાઈનીઝ દોરીના 23 બોબીન સાથે ત્રણ ઝડપાયા 2 - image

આ તરફ ગોડાદરા પોલીસે મળેલી બાતમીના આધારે આજે બપોરે ગોડાદરા જીઈબી પાવર હાઉસના ગેટ પાસે થેલી સાથે ઉભેલા અને વાસણની લારી ચલાવતા નિતેશ હસમુખભાઈ દંતાણી ( ઉ.વ.22, રહે.ધીરુભાઈ રબારીના મકાનમાં, ગાયત્રીનગર સોસાયટી, લીંબાયત, સુરત. મૂળ રહે.ચાણસ્મા ચોકડી પાસે, ચાણસ્મા, પાટણ ) ને ઝડપી પાડી તેની થેલીની જડતી લેતા તેમાંથી રૂ.5 હજારની મત્તાના ચાઈનીઝ દોરીના 10 બોબીન મળ્યા હતા.પોલીસે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે થોડીવાર અગાઉ જ બોબીન ઉત્તરાયણ માટે વેચવા હરિઓમ સર્કલ પાસે શાકભાજીના વેપારી બૈજુકુમાર મણિલાલ વાઘરી ( ઉ.વ.30, રહે.62, નીલમનગર સોસાયટી, લીંબાયત, સુરત ) પાસેથી લીધા હતા.પોલીસે બાદમાં બૈજુકુમારને પણ ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News