ભચાઉ -રામપરની સીમમાં કેબલ વાયર ચોરી કરનાર ત્રણ ઝડપાયા
2,744 કેબલ વાયર, બે વાહન અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ 13.06 લાખનો મુદ્દામાલ કબ્જે
પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૧૪ જાન્યુઆરીનાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ભચાઉનાં રામપર સીમમાં આવેલી અવાડા સોલાર કંપનીમાં લાગેલી ફેન્સીંગ વાયર ધારદાર હથિયાર વડે કાપી કંપનીમાં અપપ્રવેશ કરી અલગ અલગ સાઈઝનાં કેબલ વાયરની ચોરી કરી લઇ ગયા હતા. જેની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાઈ હતી. જે બનાવમાં પોલીસે ચોરી કરનાર ત્રણ શખ્સો અવિનાશ કરશનભાઈ વણકર, લાલુભાઈ બાબુભાઇ સંઘાર અને અરમાન ગફુરભાઈ ગોરી (રહે. ત્રણેય આધોઇ ભચાઉ) વાળાને પોલીસે બાતમી આધારે ચોરી કરેલા ૨,૭૪૪ કેબલ વાયર જેની કિંમત રૂ. ૨,૬૬,૫૦૦નાં મુદ્દામાલ સાથે સામખિયાળી વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા અને તેમના પાસે બે વાહન અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧૩,૦૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સામખિયાળી પોલીસે ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.