મોબાઇલ ટાવરમાંથી બેટરીની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
કિશનવાડી વિસ્તારના ગોડાઉનમાંથી પણ ૬ બેટરી ચોરી હતી
વડોદરા,માંજલપુરમાં મોબાઇલ ટાવરમાંથી બેટરી બેન્કની ચોરી કરનાર ત્રિપુટીને માંજલપુર પોલીસે ઝડપી પાડી ચોરીની તમામ બેટરીઓ કબજે કરી છે.
માંજલપુર મંગલેશ્વર મુક્તિધામ ચાર રસ્તા પાસે શિવમ સોસાયટીની સામે આવેલા મોબાઇલ ટાવરમાંથી ચોર ટોળકી બેટરી બેન્ક ચોરી ગઇ હતી. બેટરી બેન્કની ચોરી થતા આ વિસ્તારમાં અડધો કલાક સુધી મોબાઇલ બંધ થઇ ગયા હતા. આ અંગે આર.એસ. સિક્યુરિટીમાં ટીમ લીડર તરીકે કામ કરતા આજવા રોડ સાંઇ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રમેશભાઇ મકવાણાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા (૧) ઝુબેર હનિફભાઇ શેખ (૨) અંકેશ રાજુભાઇ રાવત ( બંને રહે. વુડાના મકાનમાં, દંતેશ્વર) તથા (૩) આમીન અયુબભાઇ વોરા (રહે. સુપર બેકરીની સામે, આજવારોડ) ને ઝડપી પાડયા છે. પોલીસે ત્રિપુટી પાસેથી ચોરીની ૧૬ બેટરી કિંમત રૃપિયા ૯૬ હજાર, ૬ એક્ષીકોમ બેટરી કિંમત રૃપિયા ૬૦ હજાર તથા એક રિક્ષા કિંમત રૃપિયા દોઢ ોેલાખની કબજે કરી છે.