Get The App

હોટલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકનાર ત્રણ આરોપીઓ આખરે ઝડપાયા

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
હોટલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકનાર ત્રણ આરોપીઓ આખરે ઝડપાયા 1 - image


- ભગતસિંહ ગાર્ડન નજીકની 

- ક્રાઈમ બ્રાંચે એક અને ગાંધીગ્રામ-2 પોલીસે સગીર સહિત બે આરોપીઓને ઝડપી લીધા, એક આરોપી હજૂ વોન્ટેડ

રાજકોટ : આકાશવાણી ચોક પાસે ભગતસિંહ ગાર્ડન નજીકની નકળંગ હોટલ પર માત્ર રૂા.૧૦૦ની લેતીદેતીમાં પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવાવાનો પ્રયાસ કરી ભાગી ગયેલા ત્રણ આરોપીઓને ગાંધીગ્રામ-ર પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર આ ઘટનામાં હજૂ એક આરોપી વોન્ટેડ છે. જેની તલાશ પોલીસે જારી રાખી છે. 

મકરસંક્રાંતિની રાત્રે માત્ર રૂા.૧૦૦ની લેતી-દેતીના વિવાદમાં નકળંગ હોટલ ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સદ્દનસીબે પેટ્રોલ બોમ્બ પાર્કિંગ એરિયામાં પડતા  કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ઘટનાથી શહેરમાં પોલીસની ધાક કેટલી ઓસરી ગઈ છે તેની પ્રતિતિ આમ જનતાને થઈ હતી. 

ગાંધીગ્રામ-ર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું. આખરે આજે ગાંધીગ્રામ-ર પોલીસે આરોપી જયદેવ મહેશ રામાવત (રહે. ગુજરાત હાઉ. બોર્ડના કવાટર, ભગતસિંહ ગાર્ડન પાસે) અને એક સગીરને ઝડપી લીધો હતો. જયારે ક્રાઈમ બ્રાંચે ત્રીજા આરોપી ચિરાગ શૈલેષ જલાલજી (ઉ.વ.ર૦, રહે. આકાશવાણી ચોક, ભગતસિંહજી  કવાર્ટર)ને ઝડપી લીધો હતો. ગાંધીગ્રામ-ર પોલીસે બંને આરોપીઓ પાસેથી બે ટુ વ્હીલર પણ કબજે કર્યા હતા. 


Google NewsGoogle News