Get The App

સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને ૨૦ વર્ષની સખ્ત કેદ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને ૨૦ વર્ષની સખ્ત કેદ 1 - image


બે વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

મરજી મુજબ લગ્ન કરાવી આપવાનું કહી પાડોશીએ અહપરણ પણ કર્યું ઃ ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર : ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ અગાઉ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ત્રણ ત્રણ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં રહેતી સગીરા અખિલેશ ઉર્ફે સોનુ રાજકુમાર વિશ્વકર્મા રહેહાઉસિંગ બોર્ડ ગોતા મૂળ ઉત્તર પ્રદેશના સંપર્કમાં આવી હતી અને વાતચીત કરતી હતી. જેથી તેના પિતા દ્વારા તેના ઠપકો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાએ પાડોશમાં રહેતા રામશંકર ઉર્ફે ખુમાનસિંહ તુલારામ નાઈને વાત કરી હતી અને તેના પગલે તેણે તને તારા મા બાપ સારી રીતે રાખતા નથી હું તારા લગ્ન જ્યાં કહીશ ત્યાં કરી આપીશ તેમ કહીને ફોસલાવી હતી અને ત્યારબાદ તેના મિત્ર નથ્થુસિંહ ગદારામ નાઈ રહે, નારોલ દ્વારા આ સગીરાને મોબાઈલ લઈ આપવામાં આવ્યો હતો. જ્યાં તેણી સાથે વાતચીત શરૃ કરી હતી. બીજી બાજુ રામશંકર દ્વારા સગીરાના ઘરે જઈને તેની એકલતાનો લાભ લઇ શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા અને રામશંકર દ્વારા અખિલેશ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપીને તેનું અપહરણ કરી નથુસિંહના ઘરે લઈ જવામાં આવી હતી જ્યાં આ બંને દ્વારા ૧૮ દિવસ સુધી તેને ગોંધી રાખીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ અખિલેશ દ્વારા પણ સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા ઘરે કોઈને કહીશ તો તારા માતા-પિતાને પણ જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. આખરે આ સંદર્ભે સગીરાના પિતા દ્વારા ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના ત્રણે આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૧૪૦૦૦ રૃપિયા દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને સાત લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News