માણસાના ધોળાકુવા ગામ પાસે યુવકના હત્યા કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
મંગેતરને મેસેજ મોકલવા મુદ્દે છરીના ઘા ઝીંકી દીધા હતા
એલસીબીની ટીમે ચિલોડા પાસેથી આરોપીઓને ઝડપી લઇ માણસા પોલીસના હવાલે કરી દીધા
માણસા : માણસા તાલુકાના ધોળાકુવા ગામનો યુવક રાત્રે ગામમાં જવાનું કહી નીકળ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો ક્યાંય પતો મળ્યો ન હતો અને જાણવા મળ્યું હતું કે તેની હત્યા કરાયેલી લાશ ગાયત્રી મંદિર પાછળના રોડ પર ખેતરમાં પડેલી છે જે બાબતે પરિવારજનો એ ત્યાં જઈ યુવક ની હત્યા કરાયેલી લાશ જોતા તાત્કાલિક માણસા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આવી તપાસ હાથ ધરી ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગાંધીનગર જિલ્લા એલસીબી સહિતની ટીમોએ હત્યાને અંજામ આપનાર બે ઈસમ તેમજ તેમને મદદગારી કરનાર એક સહિત ત્રણને ઝડપી લીધા છે.
માણસા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું
ગુજરાન ચલાવતા દિલીપજી રવાજી ઠાકોર ના ૨૨ વર્ષીય અપર્ણીત પુત્ર દશરથજી છૂટક મજુરી
કામ કરે છે અને રાત્રે પરિવાર જમી પરવારી ઘરે બેઠો હતો તે વખતે દશરથજી એ ગામમાં
જઈને આવું છું તેવું કહી ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ રાત્રિના મોડે સુધી ઘરે પરત
ન આવતા તેમના પિતાએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ
આવતો હતો જેથી પરિવાર બીજા દિવસે સવારે કામ અર્થે નીકળી ગયો હતો પરંતુ આજે સવારે ૯
વાગે તેમને જાણવા મળ્યું હતું કે ગાયત્રી મંદિર પાછળના રોડ પર એક ખેતરમાં તેમના
પુત્ર દશરથજીની હત્યા કરાયેલી લાશ પડી છે જે માહિતી મળતા દિલીપજી ત્યાં પહોંચી
જોતા તેમના પુત્રને કોઈએ ગળાના ભાગે તેમજ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારી
મોત નીપજાવેલ હોવાનું માલુમ પડયું હતું જેથી હત્યાના બનાવની પગલે તાત્કાલિક માણસા
પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતકના પિતાની
ફરિયાદ લઈ શકમંદો સહિત તમામ બાબતે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી એલસીબી સહિતની
ટીમોએ સીસીટીવી કેમેરા તેમજ ગામમાં તપાસ અને પ્રેમ પ્રકરણ સહિત તમામ બાબતે જીણવડ
પરી તપાસ કરતા આ ગુનામાં ઠંડો વાઈલ ઇસમોની માહિતી મળી જતી અને જે હત્યા કરનાર
આરોપી રાહુલ કનુજી ઠાકોર રહે મોટી શિહોલી તાલુકો ગાંધીનગર હોવાનું સામે આવ્યું
હતું અને આ હત્યા પાછળનું કારણ તેની મંગેતરની મૃતક ઇન્સ્ટ્રાગ્રામ પર મેસેજ કરતો
હોવાથી તેને બનાવની રાત્રે ધોળાકુવા ગામે આવી બોલાવ્યો હતો અને તેની સાથે તેનો
સગીર મિત્ર પણ આવ્યો હતો અને આ બંને જણાએ તેને મેસેજ કરવા બાબતે બોલાચાલી થઈ હતી
જેમાં ઉશ્કેરાયેલા રાહુલે તિક્ષ્ણ હત્યા ના ઘા મારી દશરથજીનું ઢીમ ઢાળી દીધું હતું
ત્યારબાદ રાહુલ તેમજ તેની સાથે આવેલ સગીર બંને જણા શિહોલી ગામે પહોંચી ગયા હતા
જ્યાંથી તેઓ સાબરકાંઠા બાજુ નીકળ્યા હતા જેને પોલીસી ટ્રેસ કરી માહિતી મેળવી હતી
અને જ્યારે આ બંને પરત તેમના ઘરે આવી રહ્યા હતા ત્યારે ચિલોડા પાસે આ બંને ને
પોલીસે ઝડપી માણસા પોલીસને સોંપ્યા હતા જે બાદ તપાસમાં ખુલ્યું હતું કે હત્યા બાદ
હથિયાર તેમજ કપડા ફેંકી દેવા માટે હત્યારા રાહુલના મોટાભાઈ આકાશે તેમને મદદ કરી
હતી જેથી પોલીસે મદદગારીમાં તેની પણ અટકાયત કરી ઝડપાયેલા ત્રણેય વિરુધ કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.