સિક્યુરિટી ગાર્ડ પર હોકીથી હુમલો કરી ત્રણ આરોપીઓ ફરાર
ગાર્ડને માથામાં ફટકા મારતા તે ચક્કર ખાઇને જમીન પર ફસડાઇ પડયો
વડોદરા,કારમાં આવેલા ત્રણ હુમલાખોરો સિક્યુરિટી ગાર્ડ પર હોકીથી હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મુજમહુડા હનુમાન ટેકરી પર રહેતા શિવનાયક શ્રીસંતરામ તિવારી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૯ મી જાન્યુઆરીએ સવારે મારી નોકરી પૂરી તથા હું આઉટ પંચીંગ કરી કંપનીના ગેટમાંથી બહાર નીકળ્યો હતો. બિલ ત્રણ રસ્તાથી મુજમહુડા જવા માટે શટલ રિક્ષા મળતી હોઇ હું ત્યાં ગયો હતો. ત્યાં ઉભો હતો. તે દરમિયાન એક કારમાં ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ નીચે ઉતરી હોકી વડે મને માર માર્યો હતો. તેઓએ મને માથા, પગના સાથળ પર ફટકા મારતા હું નીચે પડી ગયો હતો. મેં બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. જેથી, ત્રણેય હુમલાખોરો કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. કારની નંબર પ્લેટ નહી હોવાથી તેનો નંબર મળ્યો નથી. પી.આઇ. એમ.કે. ગુર્જરે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.