કડિયા પાસે ફોરેસ્ટ ઓફિસરને ધમકી આપીઃ આધોઇનાં બે શખ્સો વિરૂધ્ધ FIR
ગાંડા બાવળનાં લાકડા ભરીને જતા ટેમ્પાચાલક સાથે બોલાચાલી કરતા રોકવા જતાં બનાવ બન્યો
મૂળ જામનગરનાં હાલે ભચાઉનાં આધોઇમાં રહેતા અને આધોઇ રોઉન્ડરમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કરશનભાઈ દેવાયતભાઈ બડીયાવદરાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને પોતાના ટેમ્પામાં ગાંડા બાવળનાં લાકડા ભરીને જતા મુકેશ કોળી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ હતુ કે કારમાં આવેલા બે શખ્સો પોતાની ફોરેસ્ટ ઓફિસર તરીકેને ઓળખાણ આપી માથાકુટ કરી રહ્યા છે. જેથી ફરિયાદી પોતાની સાથે વનરક્ષક બ્રિજરાજસિંહ સાથે સામખિયાળી - રાધનપુર હાઇવે પર ઘરાણા સીમમાં આવેલી ભારત હોટલ ખાતે ગયા હતા. જ્યાં કાર નં જીજે ૧૨ ડીએમ ૭૦૩૮માં આવેલા ઇકબાલ આમદશા સૈયદ અને ફિરોજ કુરેશી (રહે. આધોઇ ભચાઉ) વાળા ટેમ્પા ચાલક સાથે માથાકુટ કરી રહ્યા હતા. જેથી ફરિયાદીએ બે આરોપી ઇકબાક અને ફિરોજને સરકારનું પરિપત્ર અંગે સમજાવી માથાકુટ ન કરવા જણાવતા બે શખ્સોએ ફરિયાદીને ભૂંડી ગાળો આપી અને ધાક ધમકી કરી હતી. જેથી ફરિયાદીએ બે શખ્સો વિરુદ્ધ લાકડીયા પોલીસ મથકે ફરજ રુકાવટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.