Get The App

તુમ લોગો કી એક ભી દુકાન..બે દિવસ પહેલાના ઝઘડાની અદાવતમાં આપી મારી નાખવાની ધમકી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
તુમ લોગો કી એક ભી દુકાન..બે દિવસ પહેલાના ઝઘડાની અદાવતમાં આપી મારી નાખવાની ધમકી 1 - image


Vadodara Crime : વડોદરામાં બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ દારૂના નશામાં આવીને ઝઘડો કરી ધમકી આપી હતી.

વડોદરાના મોગલવાડા ખાટકીવાડમાં રહેતા ફરાજ ગુલામ મહંમદ શેખ માંડવી રાજપુરાની ઓડ પાસે કોફીની લારી ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 11મી તારીખે રાત્રે 8:30 વાગ્યે હું અને મારો મિત્ર સહનવાજ લારી પર હાજર હતા. તે સમયે રાજપુરાની પોળમાં રહેતો સાકીબ ઉર્ફે મલંગ અમારી લારી પર આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તુમ લોગ યહા કે દાદા બન ગયે હો તુમને મેરે ભાઈ કો ક્યું મારા જેથી મેં મલંગને કહ્યું કે મેં તારા ભાઈને માર્યો નથી મલંગે મારી સાથે ઝઘડો કરી ગાળો બોલી ધમકી આપી હતી કે તુમ્હારી લારીયા મેં બંધ કરવા દુંગા તુમ લોગો કી એક ભી દુકાન ચલને નહિ દુંગા તુમકો ઘસિટ ઘસીટ કે માર ડાલુંગા.


Google NewsGoogle News