ભાજપના કોર્પોરેટરના ભાઈને ધમકી, 'એક કરોડ રૂપિયા તૈયાર રખના વરના ખૂન કી નદીયા બહેગી'

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ભાજપના કોર્પોરેટરના ભાઈને ધમકી, 'એક કરોડ રૂપિયા તૈયાર રખના વરના ખૂન કી નદીયા બહેગી' 1 - image


Crime in Vadodara : વડોદરાના ન્યુ સમા રોડ અભિલાષા ચોકડી પાસે ફરસાણની દુકાન ચલાવતા વેપારી અને કોર્પોરેટરના ભાઈને એક કરોડ રૂપિયા તૈયાર રખના વરના ખૂન કી નદીયા બહેગી તેરી ધમકી આપી ખંડણી માગનાર સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી મંગલ તીર્થ સોસાયટીમાં રહેતા અને ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈ સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા 40 વર્ષથી કહું છું અને છેલ્લા પંદર વર્ષથી ન્યુ સમા રોડ અભિલાષા ચોકડી પાસે ખેતેશ્વર નામની ફરસાણની દુકાન ધરાવી સ્વીટ અને ફરસાણનો વેપાર કરૂ છું. ગત બાર જૂનના રોજ હું સાંજના સમયે માસ પરેથી નિકળી અભિલાષા ચોકડી પાસે આવેલી દુકાન તરફ જઈ રહ્યો હતો. તે વખતે સાંજના સમયે મારા મોબાઇલ પર ફોન કરી એક શખ્સે કોલ કરી હિન્દી ભાષામાં મારી સાથે વાત કરી સીતારામજી બરોડા ખેતેશ્વરસે બોલ રહે હો તેમ પુછતા મેં હા પાડી હતી.

ત્યારબાદ તેણે મને 'એક કરોડ રૂપીયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ કર દુગા ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા' તેમ ધમકી આપી હતી. જેથી મને આ કોલ કરનાર ફ્રોડ લાગતા મેં ફોન કાપી નાખ્યો હતો. થોડી વાર પછી એજ નંબર ઉપરથી વિક્રમ કા કામ હો જાયેગા તેવો એક ટેક્સ મેસેજ મારા નંબર ઉપર આવ્યો હતો.

થોડીવાર પછી એજ નંબર ઉપરથી ફરી ફોન આવતા મેં ફોન ઉપાડતા સામેથી ધમકી ભર્યા અવાજમાં પૈસો કા ઇંતજામ કર દો વરના ખુન કી નદીયા બહા દુંગા તેવી ધમકી આપતા મેં તે ફોન કરનાર વ્યક્તિને કોઇ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખયો હતો. બાદ મેં મારી રીતે માહીતી મેળવતા મને જાણવા મળ્યું હતું કે અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામ નિવાસ ઉર્ફે શ્યામ બિસનોઈ (રહે, ખુધનગર જિલ્લા-જોપપુર રાજસ્થાનનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાથી છુટો કર્યો હતો. જેથી તે પણ મારાથી નારાજ હોય તેને પણ આવી કરી હોઈ શકે અથવા કરાવી શકે તેવો શક મને છે.

14 જૂનના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં હું મારી ખેતેશ્વર ફરસાણની દુકાનમાં હાજર હતો. તે વખતે ફરીથી ફોન આવ્યો હતો જેમાં સીતારામ ભોલ રહે હો સીતારામજી સે બાત કરાઓ જો બાત હુઈ હૈ વો યાદ રખ લે ઔર જો બીલા હૈ વો કર વરના બુરા હાલ હોગા ઔર ઘર સે અર્થિયા ઉઠેગી ફોન રેકોર્ડ કરના હો તો કર લેના તેમ કહી મને તથા મારા દિકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી હું ગભરાઈ ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News