65 લાખ રૂપિયા પરત માગતા એન આર આઈ પર હુમલો કરી મારી નાખવાની ધમકી
તાંદલજા રોડ આંગન બંગલોઝ સામે રહેતા સાદીકઅલી મુનીર અલી કાદરી 28 જુન 2024 થી વડોદરા આવેલા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું દુબઈ ખાતે જુમેરા પાર્કમાં રહું છું અને ટોબેકોનો વેપાર કરું છું મારી દીકરી નું લગ્ન હોય અને વડોદરા આવ્યા છે અમારા દૂરના સંબંધી માજીદ ઝફરૂલા પઠાણ રહે ફતેગંજ ને ત્રણ થી ચાર વર્ષ પહેલા દિલ્હીમાં ટોબેકોનું લાયસન્સ લેવા માટે 65 લાખ રૂપિયા આપ્યા હતા જે રૂપિયા આપવા છતાં મને લાઇસન્સ મળેલ નથી. ગઈકાલે રાત્રે હું મારા બીજા મકાન સાઈનાથ એવન્યુ ફતેગંજ મેન રોડ ખાતે ગયો હતો. રાત્રે 10:30 વાગે માજીદ પઠાણ અમને મળેલો અને અમે તેને પૂછ્યું હતું કે ભાઈ મારું લાયસન્સ નથી થયું જો ન થાય તો રૂપિયા પાછા આપી દે. તેણે એકદમ ઉશ્કેરાઈને મારા પર હુમલો કર્યો હતો અને મને મોઢા પર મુકાઓ મારવા લાગતા હું નીચે પડી ગયો હતો તેમ છતાંય તેને મને માર મારવાનું બંધ કર્યું ન હતું અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.