Get The App

ગઢડાના ખોપાળા ગામે બે ભાઈને મારી નાંખવા ધમકી

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
ગઢડાના ખોપાળા ગામે બે ભાઈને મારી નાંખવા ધમકી 1 - image


- બકરાં ચરાવવા જતા બે ભાઈને ઉભા રાખી બોલાચાલી કરી

- બકરાં વાડીમાં ચરાવવા કેમ મુક્યાં ? કહીં લાકડી બતાવી શખ્સે ધમકી આપી

ભાવનગર : ગઢડા તાલુકાના ખોપાળા ગામે રહેતા બે ભાઈઓને વાડીમાં કેમ બકરા ચારાવવા છોડી મૂક્યા તેમ કહી એક શખ્સે લાકડી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ખોપાળા ગામે રહેતા વિભાભાઈ નાથાભાઈ સાટિયા ઘરે હાજર હતા.તે દરમ્યાન દિકરા કાનજીભાઈ તથા દિનેશભાઈ ઘરે આવ્યા હતા. અને વાત કરેલ કે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે બકરા લઈને ખોપાળા ગામથી તપરડીના જુના માર્ગે ચાલ્યા જતા હતા. ત્યારે ગામના ઘનયામ તળશીભાઈ ગાભાણી સામા મળતા બંને ભાઈઓને ઉભા રાખી ગાળો આપી કહેવા લાગેલ કે પરમ દિવસે મારી વાડીના શેઠા ઉપર આવેલ તારની વાડ તોડી તમારા બકરા વાડીમાં કેમ આવવા દીધા હતા. તમારા બકરાએ મારી વાડીમાં વાવેલ કપાસમા કેટલુ બધુ નુકશાન કરેલ છે. તેમ કહી  ગાળો આપી હતી બંને ભાઈઓએ કહેલ કે અમે કોઇ બેંકરા તમારી વાડીમા ચરાવેલ નથી કે તાર તોડેલ નથી તેવામાં ઘનશ્યામે એકદમ ઉશ્કેરાઇ લાકડી બતાવી કહેવા લાગેલ કે હવે બીજીવાર મારી વાડીની આસપાસ પણ દેખાણ તો એકેય ને જીવતા નહી રહેવા દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે વિભાભાઈ નાથાભાઈ સાટિયાએ શખ્સ વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News