Get The App

ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવનારને જાનથી મારી નાખવાની ધમકી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવનારને જાનથી મારી નાખવાની ધમકી 1 - image


Image Source: Freepik

આજવા રોડ એકતાનગરમાં જૂની મસ્જિદ પાસે રહેતા અને ચાઈનીઝની લારી ચલાવતા અબ્દુલ હમીદ કરીમભાઈ મલેકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 22 મી તારીખે સાંજે 7:00 વાગે હું ઘરે સૂતો હતો તે દરમિયાન અમારા મહોલ્લામાં રહેતો સદ્દામ ઉર્ફે ઈબ્રાહીમ અહેમદભાઈ શેખ મારા ઘર પાસે આવ્યો હતો ને કહેવા લાગ્યો હતો કે તમારા ઘરની બહાર તમે કેમ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તે મને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે મારી સાથે બોલા ચાલી શરૂ કરી હતી હું તેને સમજાવવા જતાં તેને મને ધમકી આપી હતી કે તમને હવે શાંતિથી જીવવા નહીં દઉં. ત્યારબાદ તે જતો રહ્યો હતો. 


Google NewsGoogle News