Get The App

કેનેડા જવાનું ભારે પડ્યું : દંપતી પુત્ર પાસે ગયુ ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
કેનેડા જવાનું ભારે પડ્યું : દંપતી પુત્ર પાસે ગયુ ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું 1 - image


Vadodara Crime : વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી બુદ્ધદેવ કોલોનીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી રોકડા રૂ.50 હજાર તથા સોના ચાંદીના દાગીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક હાલમાં કેનેડા ગયા હોય તેમના બહેને રોકડા રૂપિયા 50 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનુ પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે. 

કારેલીબાગ વિસ્તારમાં આવેલા વેલકમ એમઆજી ફ્લેટમાં રહેતા મધુબેન ચંદ્રકાન્ત જિંગરે ફરિયાદ નોંધાવી છે કે હું જીઇબીમાંથી નિવૃત જીવન ગુજારું છુ અને મારાભાઇ સુરેશભાઇ પોપટલાલ મકવાણા (રહે. સ્લમક્વાટર્સ બુદ્ધદેવ કોલોની કારેલીબાગા) ગઇ 1 ઓકટોબરના રોજથી કેનેડા ખાતે રહેતા તેમના દીકરી હાર્દિક મકવાણા પાસે ગયા હોય તેમના ઘરની ચાવી મને તથા અન્ય ચાવી તેમા તેજસકુમારને આપી છે. 8 જાન્યુઆરીના જ બપોરના ચારેક વાગ્યાના અરસામાં હું મારાભાઇના બુદ્ધદેવ કોલોની મકાન પર ગઇ હતી. ત્યારે ઘરનો દરવાજો છે કે નહી તેની તપાસ કરતા બંધ હતો. ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ હું મારા ઘરે હાજર હતી ત્યારે મારાભાઇના બાજુના મકાનમાં રહતા નિમાબેને મને જણાવ્યું હતું કે તમારા ભાઇના ઘરના દરવાજાનુ લોક તુટેલું છે જેથી હું તથા મારા પતિ સાથે તેમના ઘરે જઇને તપાસ કરતા તાળું તુટેલું તથા દરવાજો ખુલ્લો હતો. જેથી અમે ઘરમાં જઇને ચકાસણી કરી હતી ત્યારે માલૂમ પડ્યું હતું. જેથી મેં મારાભાભીને કહ્યું હતું કે ઘરમાં રાખેલી તિજોરીમાં રોકડા રૂ.50 હજાર તથા સોના ચાંદીના દાગીના પણ રાખેલા છે. જેથી વૃદ્ધાએ હાલમાં રોકડા રૂપિયા 50 હજારની ચોરી થઇ હોવાનું પોલીસ ચોપડે નોધાવ્યું હતુ. જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે.


Google NewsGoogle News