Lok Sabha 2024: ગુજરાતની એક એવી બેઠક જ્યાં AAP અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ
ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી
Lok Sabha 2024: લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. AAPએ ભરૂચ બેઠક પરથી આદિવાસી યુવા ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે આ બેઠક પર મનસુખ વસાવાને ઉતર્યા છે.
ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે
ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી સતત છ વખત જીત્યા છે. આપે ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા બાદ ભાજપે પણ આદિવાસી પ્લેકાર્ડ રમ્યુ હતું અને આ બેઠક મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું.
મનસુખ વસાવા 1998માં પહેલીવાર ચૂંટણી જીત્યા
મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ આ વિસ્તારમાં આદિવાસી ચહેરા તરીકે જાણીતા છે. મનસુખ વસાવા આ બેઠક પરથી સતત છ વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેમણે 1998માં અહીંથી પહેલીવાર ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓ સતત ભરૂચમાંથી જીતી રહ્યા છે. મનસુખ વસાવા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. લોકોમાં મનસુખ વસાવાની આ બેઠક પર ખૂબ જ મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.
આદિવાસી સમાજના યુવા નેતા ચૈતર વસાવા
ગુજરાતના રાજકારણમાં ચૈતર વસાવા આદિવાસી સમાજમાં પણ ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે. તેઓ હાલમાં આમ આદમી પાર્ટીનો મહત્ત્વનો ચહેરો છે અને હાલમાં તે જ આપના ધારાસભ્ય પણ છે. ચૈતર વસાવા 8 ડિસેમ્બર 2022થી ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વન કર્મચારીઓને ધમકાવવાના આરોપમાં તે છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં નીતિન પટેલ લોકસભા ચૂંટણી નહીં લડે, ઉમેદવારી પાછી ખેંચી