વડોદરામાં ચોર ટોળકીનો આતંક : ભત્રીજીના લગ્નની કંકોત્રી લખવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી
Vadodara : વડોદરામાં ચોરી કરવા આવતી ગેંગની આપવાના પગલે અપરાધા પરીનો માહોલ છે તે દરમિયાન આજવા રોડ ઉપર જય યોગેશ્વર ટાઉનશિપમાં બંધ મકાનના તાળા તૂટ્યા હતા.
વડોદરા શહેરમાં ચોરી કરવા આવતી ગેંગની આપવાના પગલે લોકોમાં ભયનો માહોલ છે. કેટલીક સોસાયટી વિસ્તારમાં નાગરિકોને ઉજાગરા કરી પહેરો ભરવાનો વારો આવ્યો છે. તે દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો વધુ દાખલ થયો છે. જેને વિગત એવી છે કે આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા રીક્ષા ડ્રાઇવર તો તૃસાલ અશોકભાઈ ચૌહાણ કે સવારે 9:30 વાગે ભત્રીજીના લગ્નની કંકોત્રી લખવા માટે પરિવાર સાથે આણંદ ગયા હતા. બપોરે ત્રણ વાગે તેમના મકાનની પાછળ વસાહતમાં રહેતા રાજુભાઈએ ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ તરત ઘરે આવી ગયા હતા. ઘરે આવીને જોયું તો મુખ્ય દરવાજાનો તૂટેલો હતો અને તિજોરીનો સામાન વેર વિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી ત્રણ તોલાના સોનાના દાગીના તેમજ ચાંદીના સિક્કા અને બાજુમાં અને રોકડા 22,000 મળી 93,000 ની મતા ચોરી કરીને લઈ ગઈ હતી.