Get The App

ગોરવાના મકાનમાં પરિવારજનોની હાજરીમાં ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
ગોરવાના મકાનમાં પરિવારજનોની હાજરીમાં ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા 1 - image


Vadodara : વડોદરામાં ચોરોએ ભારે ઉપદ્રવ મચાવ્યો છે ત્યારે ગઈ મધરાતે ગોરવા વિસ્તારમાં ત્રાટકેલા ચોરો પરિવારજનો હાજર હોવા છતાં સાફ સુખી કરી ગયા હોવાનો બનાવ બનતા લોકો અસલામતી અનુભવી રહ્યા છે.

ગોરવા પંચવટી વિસ્તારની સોનિયા નગર સોસાયટીમાં રહેતા અક્ષયભાઈ પંડ્યાના માતા-પિતા ભાઈને મળવા માટે કેનેડા ગયા હોવાથી પતિ પત્ની એકલા હતા.

ગઈકાલે રાત્રે પતિ પત્ની ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે રાત્રિના અઢીથી પાંચના ગાળામાં ત્રાટકેલા ચોરો નકુચો તોડી તમામ ચીજ વસ્તુઓ રફેદફે કરીને પાંચ તોલાના દાગીના તેમજ અડધો લાખ ઉપરાંતની રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

બનાવની જાણ થતા ગોરવા પોલીસ દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News