જામનગરના યાદવ નગરમાં બંધ રહેણાક મકાનને નિશાન બનાવતા તસ્કરો : 55 હજારની માલમતા ઉઠાવી ફરાર
image : Freepik
Jamnagar Theft Case : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અરસીભાઈ ડાડુભાઈ ડેર નામના એસ્ટેટ બ્રોકર પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા,જે દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લીધું હતું.
તસ્કરોએ અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખેલી રૂપિયા 12,000 ની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 55,413 ની માલમતા ઉઠાવી ગયા હતા. જે અંગે સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ તસ્કરોને શોધી રહી છે.