આજવા રોડના બે મકાનમાં ચોર ત્રાટક્યા: પોણા ત્રણ લાખની મત્તાની ચોરી

Updated: May 21st, 2024


Google NewsGoogle News
આજવા રોડના બે મકાનમાં ચોર ત્રાટક્યા: પોણા ત્રણ લાખની મત્તાની ચોરી 1 - image


Image Source: Freepik

મૂળ ભાવનગરના અને હાલમાં આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ રામનગરમાં રહેતા કરસનભાઈ રેવાભાઇ ભરવાડ નજીકમાં સંતોષીમાં સ્ટોર નામની કરિયાણાની દુકાન ચલાવે છે ગત 28મી એપ્રિલે તેમના પત્ની અને સંતાનો કાકા સસરા ના ઘરે રેવડિયા મહાદેવ ગામ વડોદરા ખાતે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા હતા કરસનભાઈ ઘરે એકલા હતા રાત્રે મકાનની લોખંડની જાળીને તાળું મારી તેવો અગાસી ગયા હતા સવારે પાંચ વાગ્યે જાગ્યા ત્યારે કે દરવાજાને મારેલું તારું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતા મકાનની અંદર લાઈટો ચાલુ હતી મકાનમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 17 હજાર મળી કુલ રૂપિયા 1.82 લાખની ચોરી થઈ હતી

જ્યારે અન્ય બનાવમાં મૂળ બિહારના અને હાલ આજવા રોડ ચામુંડા નગરમાં રહેતા નિકેશ જયનાથ સિંહ કોટનની ગામે આવેલી અવંતે મેડિકલ સોલ્યુશન નામની કંપનીમાં નોકરી કરે છે 31 જાન્યુઆરી તેમના પત્ની બીમાર હોય વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ ત્રીજી ફેબ્રુઆરીએ તેઓ પત્ની સાથે દીકરીને હોસ્પિટલમાં મૂકી ઘરે આવ્યા હતા અને કપડા બદલી  દરવાજાને તાળું મારી નોકરી પર ગયા હતા. બીજે દિવસે તેમના પાડોશી એ મકાનમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ નોકરી પરથી ઘરે આવ્યા હતા ઘરમાં જઈને તપાસ કરી તો ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા 30,000 મળી કુલ 85,350ની મતા લઈ ગઈ હતી.



Google NewsGoogle News