Get The App

વડોદરા નજીક વિરોદ ગામે ચોરોનો તરખાટ : 7.50 લાખના દાગીનાની ચોરી

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક વિરોદ ગામે ચોરોનો તરખાટ : 7.50 લાખના દાગીનાની ચોરી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર 

વડોદરા નજીક આવેલા વિરોદ ગામમાં રાત્રે ચોરોએ એક મકાનમાં ઘૂસી તરખાટ મચાવ્યો હતો. વિરોદ ગામના વણકરવાસમાં રહેતા પ્રજ્ઞેશ શાંતિલાલ વાઘેલાના બંધ મકાનનો નકુચો તેમજ લોક તોડી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર મૂકેલી તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખી સોનાની પાંચ ચેન, આઠ વીંટી, ચાર જોડ બુટ્ટી, ચાર પેન્ડલ, મંગળસૂત્ર અને ચાંદીની પાયલ, લકી, બંગડી સહિત 7.50 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ બનાવની જાણ મંજુસર પોલીસને થતા સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચોરોનું પગેરું મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. બનાવ અંગે મંજુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News