Get The App

જામનગરમાં 'કિસ્મત ફ્લોર મિલ'માં કિસ્મત અજમાવતા ટાબરીયાઓ સીસીટીવીમાં કેદ : 30,000 ની રોકડ ઉઠાવી ગયા

Updated: Jan 31st, 2025


Google News
Google News
જામનગરમાં 'કિસ્મત ફ્લોર મિલ'માં કિસ્મત અજમાવતા ટાબરીયાઓ સીસીટીવીમાં કેદ : 30,000 ની રોકડ ઉઠાવી ગયા 1 - image


Jamnagar Theft Case : જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધીમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને બારીની સળિયાવાળીને અંદર પ્રવેશ મેળવી લઈ કિસ્મત અજમાવીને અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આણદાબાવા આશ્રમની નજીક આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રીથી આજે વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, અને પોતાની કિસ્મત અજમાવી તેમાં સફળ થયા હતા.

તસ્કરોએ બારીના સળિયાવાળીને અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી 30 હજારની રોકડ રકમ કે જે દુકાનમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને પગારના સ્વરૂપે ચૂકવવાની હતી, અને તૈયાર રાખી હતી. જે રકમ તથા અન્ય પરચુરણ ઉઠાવી ગયા હતા.

વહેલી સવારે ફ્લોર મિલને ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે. ઉપરાંત પોલીસ ટુકડી દ્વારા પણ સામેના ભાગમાં આવેલા આણદાબાવા આશ્રમની હોસ્પિટલ સહિતના સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરાઇ છે.

ચોરી કરવા ઘુસેલા ત્રણ ટાબરીયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા

જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં આજે પરોઢિયે ચોરીનો બનાવ બન્યો હતો, અને અંદરથી રૂપિયા 30,000ની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરી કરવામાં ત્રણ ટાબરીયાઓ હોવાનું સીસીટીવી કેમેરાની મદદથી ધ્યાનમાં આવ્યું છે.

ફ્લોર મિલની નજીકમાં જ આવેલા એક સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પરોઢીયાના સમયે ત્રણ ટાબરીયાઓ ચોરી કરવાના ઇરાદે અંદર ઘુસ્યા હોવાનું અને ત્યારબાદ ત્રણેય ફ્લોર મિલમાંથી ચોરી કરીને બહાર નીકળી રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, તે ફૂટેજના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
JamnagarTheft-CaseCCTVKismat-Flour-Mill

Google News
Google News