Get The App

સિનિયર સિટિઝન દંપતી રાતે ૩ વાગે બહેનને ત્યાં જતાં ની સાથે જ ચોરો ત્રાટક્યા

Updated: Jan 31st, 2025

GS TEAM


Google News
Google News
સિનિયર સિટિઝન દંપતી રાતે ૩ વાગે બહેનને ત્યાં જતાં ની સાથે જ ચોરો ત્રાટક્યા 1 - image

ગોત્રી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન પતિ-પત્ની રાતે ત્રણ વાગે બહાર ગયા તે સાથે જ ચોરોએ તેમના મકાનમાં હાથફેરો કર્યો હોવાનો બનાવ બન્યો છે.

ઇસ્કોન મંદિર સામે સંકેત પાર્કમાં રહેતા ફિલિપ માથુરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૧મીએ રાતે ત્રણેક વાગે મારા બહેનની ખબર કાઢવા માટે અમે વાસણા ગયા હતા.

સવારે સાડા છ વાગે પાડોશીએ અમારા મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી.તપાસ કરતાં ચોરો મુખ્ય દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૃ.૭ હજાર અને સોના- ચાંદીના દાગીના મળી રૃ.અડધો લાખની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :