વડોદરાના ગોત્રી હોસ્પિટલમાંથી રીક્ષા ચોરી નંબર પ્લેટ કાઢીને વેચવા ફરતો વાહન ચોર પકડાયો
Vadodara Theft Case : વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી રીક્ષા ચોરી કર્યા બાદ તેને વેચવા માટે ફરતો વાહન ચોર ઝડપાઈ ગયો છે.
ગોત્રી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રીક્ષા ચોરી જનાર શખ્સે રીક્ષાની નંબર પ્લેટ કાઢી જંબુસર તેમજ ભરૂચ વિસ્તારમાં ફેરવી હતી. તેને યોગ્ય ગ્રાહક નહીં મળતાં રીક્ષા લઇ વડોદરા પરત આવ્યો હતો.
વાહન ઉઠાવગીર રીક્ષા લઈને સૌરાષ્ટ્ર તરફ વેચવા જવાની ફિરાકમાં હતો તે દરમિયાન ગોરવાના પી.આઈએ તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેનું નામ જયેશ પ્રદીપભાઈ પરમાર (દિન દયાળ વુડા ના મકાનમાં, ગોત્રી રોડ) હોવાનું ખુલ્યું હતું. જયેશ સામે અગાઉ પણ વાહનચોરીના બે ગુના નોંધાયા હતા.