વડોદરાના તરસાલી અને સોમા તળાવ વિસ્તારમાંથી અડધો ડઝન વાહન ઉઠાવનાર ઝડપાયો
Vadodara Vehicle Theft : વડોદરા શહેરના તરસાલી અને સોમા તળાવ વિસ્તરમાંથી ટુ વ્હિલરોની ઉઠાંતરી કરનાર રીઢા વાહનચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
મકરપુરા વિસ્તારમા સંદેશ જાદવ નામનો એક શખ્સ વ્હાઇટ કલરની નંબર વગરની એકટીવા વેચવા માટે ફરે છે. અને હાલમા તે સિધ્ધેશ્વર હિલનેશનલ હાઇવે થઇ પાર્વતી નગર તરફના રસ્તે આવનાર છે તેવી બાતમીના આધારે મકરપુરા પોલીસે વોચ ગોઠવી સંદેશ વિઠ્ઠલભાઇ જાદવ (રહે.ભાલીયાપુરા ગામ પાસે, બ્રીન્જા રેસીડેંસી, તા.જી.વડોદરા) મુળ (રહે.આચરોલી ગામ, તા-મહાર, જી-રાયગઠ રાજય-મહારાષ્ટ્ર)ને આવતા તેને કોર્ડન કરી તેની પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવા મળી આવેલ જેના માલીકીના પુરાવા રજુ કરવા જણાવતા તેને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને બાદમાં પોતે ચોરી કરેલાની હકિકત જણાવેલ હતું.
ત્યારબાદ પકડાયેલ ઇસમની કડકાઇથી વધુ પુછપરછ કરતા આ સિવાય અન્ય પાંચ ટુ વ્હીલર ચોરી કરી ભાલીયાપુરા ગામ પાસેના બ્રીન્જા રેસીડેંસી એપાર્ટમેન્ટની નવી બંધાતી બિલ્ડીગના પાર્કીગમા મુકેલાની હકિકત જણાવતો હોય જેથી પકડાયેલ ઇસમને સાથે રાખી તપાસ કરતા ત્યાથી અન્ય પાંચ ટુ વ્હીલર મળી આવ્યા હતા. જે ટુ વ્હીલર તરસાલીમાં અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલાની હકિકત જણાવતા તેને પાસેથી મળી આવેલ ફૂલ છ ટુ વ્હીલર કબ્જે કરવામા આવેલ છે. ઝડપાયેલા વાહનચોર પોતાની પાસે માસ્ટર કી રાખતો હતો અને તે ચાવીથી કોઈપણ વાહનનું લોક ખોલી ચોરી કરી તેને સસ્તામાં વેચી દેતો હતો.