કારેલીબાગના મકાનમાં ચોરી કરનાર ચોર પકડાયો, અગાઉ પણ સાત ગુનામાં સંડોવણી હતી
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારના મકાનમાં ચોરી કરનાર ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસની ટીમ આજવારોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જશુસિંગ ઉર્ફે ચિન્ટુસિંગ રાણાસિંગ તિલપિતિયા (સિકલીગર) પકડાઇ ગયો હતો.
પોલીસના કહ્યા મુજબ,જશુસિંગની અગાઉ સાત ગુનામાં સંડોવણી ખૂલી હતી અને તેને એક વાર હદપાર પણ કરવામાં આવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કારેલીબાગ પોલીસને સોંપવા તજવીજ કરી છે.