જામનગરમાંથી બાઇકની ચોરી કરીને ભાગી છૂટેલો તસ્કર સિક્કામાંથી ઝડપાયો
Jamnagar Bike Theft : જામનગર શહેરમાં તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે બાઇકની ચોરી કરીને ભાગી છુટેલા એક તસ્કરને સિક્કા પોલીસે સિક્કાના ધુળીયા ફાટક વિસ્તારમાંથી ઝડપી લીધો છે.
જામનગરમાં ક્રિષ્ના ચોક વિસ્તારમાં રહેતો અરવિંદ હસમુખભાઈ ભટ્ટ નામનો શખ્સ જામનગર શહેરમા દેશી માલધારી હોટલ પાસેથી એક બાઈકની ચોરી કરીને સિક્કામાં ધુળીયા ફાટક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી સિક્કા પોલીસને મળતાં વોચ ગોઠવી તેને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. જેનો કબજો જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે.