ભાવનગર રેલવે ડિવિઝનની 10 ટ્રેનના સમયમાં થશે ફેરફાર, એશિયાટિક સિંહોની સલામતી માટે લેવાયો મોટો નિર્ણય

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Train And lions


Bhavnagar Railway Division Change Timing Of 10 Trains : એશિયાટિક સિંહોની સલામતીને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, ત્યારે આગામી 7 ઓક્ટોબરથી ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં દોડતી 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત, કાંસીયા નેસ- સાસણગીર અને જૂનાગઢ- બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.



આ ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

અમરેલી-જૂનાગઢ ટ્રેન નંબર 09539 અમરેલી સ્ટેશનથી સવારે 07:10 વાગ્યે ઉપડશે અને સવારે 11:10 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.

જૂનાગઢ-દેલવાડા ટ્રેન નંબર 09532 જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:40 વાગ્યે ઉપડશે અને બપોરે 3:25 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.

દેલવાડા-વેરાવળ ટ્રેન નંબર 09296 દેલવાડા સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે ઉપડશે અને સવારે 11:20 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે

અમરેલી-વેરાવળ ટ્રેન નંબર 09292 અમરેલી સ્ટેશનથી સવારે 06:30 વાગ્યે ઉપડશે અને સવારે 11:40 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.

વેરાવળ-અમરેલી ટ્રેન નંબર 09291 વેરાવળ સ્ટેશનથી સવારે 09:40 વાગ્યે ઉપડશે અને બપોરે 03:00 વાગ્યે અમરેલી સ્ટેશન પહોંચશે.

અમરેલી-વેરાવળ ટ્રેન નંબર 09508 અમરેલી સ્ટેશનથી બપોરે 12:25 વાગ્યે ઉપડશે અને સાંજે 05:25 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.

વેરાવળ-અમરેલી ટ્રેન નંબર 09505 વેરાવળ સ્ટેશનથી બપોરે 01:25 વાગ્યે ઉપડશે અને સાંજે 06:40 વાગ્યે અમરેલી સ્ટેશન પહોંચશે.

દેલવાડા-જૂનાગઢ ટ્રેન નંબર 09531 દેલવાડા સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે ઉપડશે અને સાંજે 06:25 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.

વેરાવળ-દેલવાડા ટ્રેન નંબર 09295 વેરાવળ સ્ટેશનથી બપોરના 02:05 વાગ્યે ઉપડશે અને સાંજે 05:50 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.

જૂનાગઢ-અમરેલી ટ્રેન નંબર 09540 જૂનાગઢ સ્ટેશનથી બપોરના 02:05 વાગ્યે ઉપડશે અને સાંજે 06:05 વાગ્યે અમરેલી સ્ટેશને પહોંચશે.

આ કારણે કરાયો રેલવેના સમયમાં ફેરફાર 

ગુજરાત હાઈકોર્ટે એશિયાટિક સિંહોની સલામતીને ધ્યાનમાં રાખીને રાત્રિ દરમિયાન કાંસિયાનેસ-સાસણગીર અને જૂનાગઢ-બીલખા સેક્શનની દોડતી ટ્રેનોને રાત્રિના સમયે ન ચલાવવાનો આદેશ કર્યો. આ પછી ભાવનગર રેલવે ડિવિઝને હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને હાલમાં મીટરગેજ પર ચાલતી 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી

મહત્વનું છે કે ટ્રેનની અડફેટે સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ છે. જેમાં હાઈકોર્ટે સિંહોના અકસ્માતે મોતને અટકાવવા ઠોસ પગલા લેવા સરકાર, વન-રેલવે વિભાગ સહિતના ડિપાર્ટમેન્ટને અવાર નવાર કડક સૂચના આપી છે. મળતી માહિતી મુજબ, 2013-14 થી 2023-24 ના સમયગાળામાં ટ્રેન અકસ્માતોને કારણે કુલ 21થી વધુ સિંહોના મોત થયા છે. 


Google NewsGoogle News