Get The App

દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ટ્રોફી પર કબ્જો કરી લેતાં જામનગરમાં જીતનો જબરજસ્ત જશ્ન મનાવાયો

Updated: Mar 10th, 2025


Google News
Google News
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ટ્રોફી પર કબ્જો કરી લેતાં જામનગરમાં જીતનો જબરજસ્ત જશ્ન મનાવાયો 1 - image


દુબઈમાં ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ક્રિકેટ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ની ટિમને જબરી સિકસ્ત આપી હતી, અને ઝળહળતો વિજય પ્રાપ્ત કરીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કરી લીધો હતો.

જામનગરના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. જેથી સમગ્ર ભારત જશ્ન માં  ડૂબી ગયું હતું, જેમાં જામનગર પણ પાછળ રહ્યું ન હતું.

જામનગર શહેરના અનેક ક્રિકેટ પ્રેમીઓ મેચ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા. જેમાં ખાસ કરીને હવાઈચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, અને ભવ્ય આતશબાજી કરી હતી.

દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ટ્રોફી પર કબ્જો કરી લેતાં જામનગરમાં જીતનો જબરજસ્ત જશ્ન મનાવાયો 2 - image

જ્યાં અનેક યુવા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભવ્ય આતશબાજી કર્યા બાદ ડી.જે.ના તાલે ધમાલ- મસ્તી સાથે તીરંગો ધ્વજ ફરકાવીને ભારતના વિજયને વધાવ્યો હતો. તેમજ ભારત માતાકી જય ના નારા ગજવ્યા હતા. 

આ ઉપરાંત જામનગરના રણજીત સાગર રોડ પર એક વિશાળ કદનો સ્ક્રીન જાહેરમાં ગોઠવાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ  એકત્ર થયા હતા, અને લાઈવ કોમેન્ટ્રી ની સાથે સાથે હર્ષોલ્લાસ સાથે જીતનો જશ્ન મનાવાયો હતો. અને ભવ્ય આતશબાજી પણ થઈ હતી.

આ ઉપરાંત શહેરના રણજીત નગર પટેલ સમાજ, ઇન્દિરા કોલોની, એરફોર્સ રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમી લોકોએ રસ્તા પર આવી જઈ ફટાકડા ફોડીને ભારતના વિજયને વધાવ્યો હતો. ઠેર ઠેર ભવ્ય આતશબાજી ની સાથે સાથે ભારત માતાકી જય ના નારા ગજવ્યા હતા. તો કેટલાક યુવાનો પોતાના બાઈકમાં તિરંગો ધ્વજ લઈને શહેરમાં ફરતા જોવા મળ્યા હતા.

Tags :
JamnagarChampions-TrophyCelebration

Google News
Google News